ઘટના@રાજપુર: કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ લાગતા મચી ભાગદોડ, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

 
આગ

ફાયરની ટીમ આવી પાણીનો મારો ચલાવતા આગ વધુ વિકટ બની હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. રાજપુર હાઇવે ઉપર આવેલી રેસીપોલ નામની કેમિકલ ફેક્ટરીમાં રાત્રે 10:15 વાગ્યાના અરસામાં એકાએક આગ લાગવાના કારણે ભાગદોડ મચી ગઈ હતી. કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં કેમિકલ ભરેલા કેરબા ફાટવાના કારણે ધડાકા ભડાકા સાથે લાગેલી આગ લાગી હતી.

ફેક્ટરીઓમાં ન પ્રસરે તે માટે અહીં મહેસાણા કલોલ ગાંધીનગરની સાથોસાથ ઓએનજીસી ની ફાયરની ટીમો કામે લાગી હતી. કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને પગલે ફેક્ટરી માંથી નીકળેલું કેમિકલ બહાર રોડ ઉપર આવી જતા આગની અસર અહીં પણ પ્રસરી હતી. કેમિકલનો જથ્થો બહાર આવતા હાજર પોલીસે બનાવ સ્થળને કોર્ડન કરીને ટ્રાફિકને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. જેને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ફેક્ટરીમાં હાજર કર્મચારીઓને આગની ઘટનાને પગલે તાત્કાલિક અસરથી બહાર કાઢી લેવાતા જાનહાની ટળી હતી.કરોડોનું કેમિકલ હતું ફેક્ટરીમાં ફેક્ટરીના માલિકે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં કરોડો ની કિંમતનું કેમિકલ રખાયું હતું. આગની ઘટના બે કલાક બાદ ફાયરની ટીમ આવી પાણીનો મારો ચલાવતા આગ વધુ વિકટ બની હતી. આખા વિસ્તારમાં ફેક્ટરીઓ આવેલ હોય અહીં ફાયરની વ્યવસ્થા હોવી જોઈએ એવું માનવું છે.