ઘટના@શંખેશ્વર: ખેતરમાં ચરતી ભેંસોની ચોરી, મહિલાએ 2 ઇસમો સામે નોંધાવી ફરીયાદ

અટલ સમાચાર, શંખેશ્વર કોરોના મહામારી વચ્ચે શંખેશ્વર તાલુકાના ગામેથી ખેતરમાં ચરતી ભેંસ અને પાડાઓની ચોરી થઇ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગત દિવસોએ ગામની મહિલા પોતાની ભેંસ અને પાડા ચરાવતાં દરમ્યાન ખેતરથી ઘરે આવ્યા બાદ પરત ખેતરે જતાં ભેસો જોવા મળી ન હતી. આ દરમ્યાન આરોપીઓ ભેંસોને હંકારીને જતાં હોવાનું જોઇ અને અંધારૂ હોઇ
 
ઘટના@શંખેશ્વર: ખેતરમાં ચરતી ભેંસોની ચોરી, મહિલાએ 2 ઇસમો સામે નોંધાવી ફરીયાદ

અટલ સમાચાર, શંખેશ્વર

કોરોના મહામારી વચ્ચે શંખેશ્વર તાલુકાના ગામેથી ખેતરમાં ચરતી ભેંસ અને પાડાઓની ચોરી થઇ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગત દિવસોએ ગામની મહિલા પોતાની ભેંસ અને પાડા ચરાવતાં દરમ્યાન ખેતરથી ઘરે આવ્યા બાદ પરત ખેતરે જતાં ભેસો જોવા મળી ન હતી. આ દરમ્યાન આરોપીઓ ભેંસોને હંકારીને જતાં હોવાનું જોઇ અને અંધારૂ હોઇ તેઓ પરત ઘરે આવ્યા હતા. જે બાદમાં આરોપીઓના ગામમાં જઇ વાત કરતાં ગામલોકોએ કહેલ કે આ લોકોએ ચોરી કરી હશે તો તમારી ભેંસ અને પાડાઓ પરત અપાવી દઇશુ. જોકે ફેબ્રુઆરી મહિનામાં થયેલી ચોરી થયેલ ભેંસો આજદિન સુધી પરત નહિ આપતાં મહિલાએ શંખેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના બિલીયા ગામના રમીલાબેન ઠાકોરે બે લોકોના નામજોગ ભેંસ અને પાડાની ચોરીની ફરીયાદ નોંધાવી છે. ગત 6 ફેબ્રુઆરી 2020ના રોજ બપોરે તેઓ એક ભેંસ અને બે પાડા લઇ તેમના ખેતરના નજીકના તળાવડાંમાં ચરાવવા ગયા હતા. જે બાદ તેઓ ઘરે ચા-પાણી કરી ખેતરમાં પરત ફરતાં પશુધન જોવા મળ્યુ ન હતુ. જે મામલે તેઓએ ચંદ્રોડાના માર્ગ પર તપાસ કરતાં શાહરૂખખાન અને રમેશજી બંને જણાં ભેંસોને હંકારીને ચંદ્રોડા તરફ લઇ જતાં હતા.

આ દરમ્યાન અંધારૂ થઇ ગયેલ હોવાથી ફરીયાદી ઘરે પરત ફર્યા બાદ બીજા દિવસે સવારે તેમના ઘરે પહોંચ્યા હતા. ફરીયાદમાં લખાવ્યા મુજબ જ્યાં આરોપીઓએ મહિલાને સરખો જવાબ નહી આપતાં મહિલાએ ફરીયાદ કરવાનું કહેતાં ગ્રામજનો વચ્ચે પડ્યા હતા. જેમાં ગ્રામજનોએ કહ્યુ હતુ કે, જો તમારી ભેંસો આ લોકો લાવેલ હશે તો અમે અપાવી દઇશુ. જે બાદમાં આજદીન સુધી ભેંસો પરત નહીં કરતાં મહિલાએ બે લોકોના નામજોગ રૂ.60,000ની ભેંસોની ચોરીની ફરીયાદ નોંધાવી છે. શંખેશ્વર પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 379, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • શાહરૂખખાન રસુલખાન મુસલમાન, રહે. ચંદ્રોડા, તા.બેચરાજી, જી.મહેસાણા
  • રમેશજી ઠાકોર, રહે. ચંદ્રોડા, તા.બેચરાજી, જી.મહેસાણા