ઘટના@સુરત: કડોદરા GIDC વિસ્તારમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા, પરિવાર આઘાતમાં

 
ઘટના
પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના કડોદરા GIDC વિસ્તારમાં ખળભળાટ મચાવતી ઘટના બની છે. 6 વર્ષની બાળકીની ક્રૂરતાથી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. પાડોશમાં રહેતા એક યુવક ચોકલેટ આપવાના બહાને બાળકીને લઈ ગયો અને પથ્થરથી મારી નાખી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બાળકીનો પરિવાર આઘાતમાં સપડાયો છે. સુરતમાં કડોદરા વિસ્તારમાં હ્રદયનાં ધબકારા વધારી દેતી ઘટના બની છે.

પાડોશમાં રહેતા યુવકે 6 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ આપવાનાં બહાને અવાવરૂં જગ્યાએ લઈ ગયો હતો. સવારે ગયેલી બાળકી બપોર સુધી પાછી ન ફરતાં તેના પરિવારે બપોરે પોલીસ સ્ટેશને જાણ કરી હતી. ઘટનાને જોતાં GIDC પોલીસે ટીમ બનાવી તપાસ કરતાં જાણવા મળ્યું કે અવાવરૂં જગ્યાએ આરોપીએ પથ્થરથી બાળકીની હત્યા કરી દીધી હતી. બાળકીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. આરોપી પરપ્રાંતિય હોવાનું કહેવાય છે.

તાજેતરમાં સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીને તેની પાડોશમાં જ રહેતા શખસે હવસનો શિકાર બનાવી હતી. 6 વર્ષીય બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે માસૂમ બાળકી તેના કાકા પાસે હતી. કાકા નાઈટ શિફ્ટ કરીને આવ્યા હોય ઊંઘી ગયા હતા. ત્યારે પાડોશમાં જ રહેતો શખ્સ બાળકીને ઉઠાવી તેના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.