ઘટના@સુરત: મોબાઇલની ભારે લત યુવતીને મોત સુધી પ્રેરી ગયો,ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

 
સુરત
મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતા અને મોબાઇલની લતના આદિ બની ચૂકેલા લોકો માટે પણ ઘાતક સમાન સાબિત થઈ શકે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માહિતી અનુસાર, સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષીય દીકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.પરિવારના જણાવ્યાનુસાર, 20 વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલની આદિ બની ગઈ હતી.જ્યાં મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ કરી રહી હતી.જે દરમ્યાન તેણીનું મોઢું વળી જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા ગયા હતા.જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી.પરંતુ તેણીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહિ આવતા માનસિક દવા પણ ચાલી રહી હતી.છેલ્લા એક માસથી તેની પાસેથી મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો.

 

સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડ ખાતે રહેતા અને જરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાણા પરિવારની 20 વર્ષીય દીકરીએ મોબાઈલ લતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી યુવતીના અણધાર્યા પગલાં ને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.સુરતમાં સામે આવેલ આ કિસ્સો, મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતા અને મોબાઇલની લતના આદિ બની ચૂકેલા લોકો માટે પણ ઘાતક સમાન સાબિત થઈ શકે છે.જે લોકોએ પણ હમણાંથી ચેતી જવાની જરૂર છે અન્યથા તબીબની સારવાર લેવાની જરૂર છે.