ઘટના@સુરેન્દ્રનગર: ચુડામાં પાણીના પ્રવાહમાં દાદા-પૌત્ર તણાતા મોત, ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં પાણીના પ્રવાહમાં દાદા-પૌત્ર તણાતા મોત થયું હોવાની વાત સામે આવી છે. પાણીમાં તણાતા પૌત્રને બચાવવા જતા દાદા પણ તણાયા અને તેમનું મોત થયું છે. તમારડી ગામની વાંસળ નદીમાં જણાઇ જતા મોત થયું છે, પશુ ચરાવતી વખતે પૌત્ર નદીમાં તણાયો હતો અને તે જોતા દાદા પણ બચાવવા પહોંચ્યા હતા, ત્યારે બન્નેના મોત થયા છે.ઘટનાની જાણકારી મળતા જ સગા સંબંધી હોસ્પિટલ ખાતે પણ દોડી આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઊંટી પડ્યા હતા ત્યારે દાદા પૌત્રના મોતથી ચુડા તાલુકામાં ભારે શોકની લાગણી છવાઈ છે.
પાણીમાં પૌત્ર તણાતા તેને બચાવવા માટે દાદા પાણીમાં કૂદી પડ્યા હતા પરંતુ દાદા પણ તણાયા હતા. આમ દાદા પૌત્રના બંનેના મોત નીપજ્યા હતા ત્યારે તાત્કાલિક તરવૈયાઓને બોલાવી અને બંનેની ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી ત્યારે ઘટના સ્થળ ઉપર જ પિતા અને પુત્ર ગુમાવનાર પિતાનો તેમજ પરિવારનો ભારે વલોપાત જોવા મળતો હતો.ત્યારે અંગેની તાત્કાલિક પોલીસ તંત્રને જાણકારી મળતા જેવો પણ ઘટના સ્થળ ઉપર તાત્કાલિક અસર પહોંચ્યા હતા અને બંનેની ડેટ બોડી લઈ અને પીએમ માટે તાત્કાલિક કચરે ખસેડવામાં આવી હતી ત્યારે ભરવાડ સમાજમાં ડૂબી જવાના કારણે દાદા અને પૌત્રના મોત થતા ભરવાડ સમાજમાં પણ શોકની લાગણી છવાઈ જેવા પામી હતી અને દવાખાને પણ ભરવાડ સમાજના આગેવાનો તેમજ ભરવાડ સમાજના લોકોના મોટી માત્રામાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા.