ઘટના@વિરમગામ: હરિપુરામાં દહી ખાધા બાદ 17 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તબિયત લથડી

 
વિરામ ગામ
15 બાળકો અને 2 મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિરમગામના મોટા હરીપુરા ગામમાં 17 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. બાળકોને દહીંની પ્રસાદી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ તમામ બાળકો 10 વર્ષથી નાની વયના છે.તેમને સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તો ઘટનાની જાણ થતાં મોટા હરીપુરા ગામના તલાટી અને પદાધિકારીઓ વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા .

હરીપુરમાં 15 બાળકો અને 2 મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે, માહિતી મુજબ તમામ લોકોની તબિયત હાલ સ્થિર છે, તો હોસ્પિટલ તંત્ર દ્રારા તમામને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે, કોઈની હાલત વધુ ખરાબ નહી હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.તો તલાટીએ પ્રાથમિક રીતે તપાસ હાથધરી છે,જે દહીંના કારણે ઘટના બની હતી તે કયાંથી આવ્યું હતું,શું હતુ તેને લઈ તપાસ તેજ કરી છે.

પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ગાંધીનગરમાં રાત્રે લગ્નમાં ભોજન બાદ 42 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. લગ્નપ્રસંગમાં ભોજન બાદ ઝાડા-ઊલ્ટીની અસર થઈ હતી. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.