આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડ જિલ્લામાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ પાસે સફાઈનું અને શાળાના સમારકામનું કામ કરાવાતું હોવાના બે જુદા-જુદા વીડિયો શુક્રવારે વાયરલ થયા હતા. નાની દીકરીઓ ક્લાસરૂમમાંથી પાણી કાઢે છે.તેવો વિડિયો વાયરલ થયો હતો.

સ્કૂલમાં ભણવા જતી દીકરીઓ પાસે શિક્ષકો દ્વારા કામ કરાવાતું હોવાના વીડિયો અવાર-નવાર બહાર આવતાં રહે છે. એક તરફ સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ના નારા સાથે દીકરીઓના શિક્ષણ પર ભાર મુકી રહી છે. દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર જાત-જાતનાં પગલાં ભરી રહી છે, પરંતુ તેની સામે વાસ્તવિક્તા કંઈક જુદી જ છે.

વલસાડ જિલ્લાના સરીગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા, ભંડારવાડા-સરીગામનો એક વીડિયો શુક્રવારે વારયલ થયો હતો. જેમાં વરસાદના કારણે ક્લાસરૂમમાં ભરાઈ ગયેલા પાણી બહાર કાઢવાનું અને ક્લાસરૂમની સફાઈનું કામ શાળામાં અભ્યાસ કરવા આવેલી નાની-નાની દીકરીઓ પાસે કરાવાઈ રહ્યું છે. આ દીકરીઓને જ્યારે પુછ્યું કે, તમારે ત્યાં સફાઈ કરવા કોઈ કર્મચારી આવતા નથી, ત્યારી દીકરીઓએ ના પાડી હતી. તેમને પુછ્યું કે, તમે આ કામ દરરોજ કરો છો તો દીકરીઓએ હા પાડી હતી.

આવો જ એક બીજો વીડિયો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામનો બહાર આવ્યો છે. જેમાં બાળકો પાસે શાળાની છત પર ચડીને નળિયા ગોઠવવાનું અને તાડપત્રી સરખી કરવાનું જોખમી કામ કરાવાઈ રહ્યું છે. વળી બાળકો જ્યારે આ કામ કરી રહ્યા છે ત્યારે તેમની દેખરેખ રાખનાર કોઈ વ્યક્તિ પણ નજરે ચડતી નથી. ગામના લોકો એ સવાલ પુછી રહ્યા હતા કે, શું અમે બાળકોને શાળામાં નળિયા ગોઠવવા માટે મોકલીએ છીએ? આ અંગે શાળા સંચાલકોએ કોઈ જવાબ આપ્યો ન હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code