ભારતના 9 અબજોપતિ પાસે દેશની 50 ટકા જેટલી સંપત્તિ

અટલ સમાચાર, ડેસ્ક ભારતની સૌથી ગરીબ 10 ટકા વસ્તી એટલે કે 13.6 કરોડ લોકો 2004થી સતત કર્જમાં ડુબેલા છે: દેશની જનસંખ્યાના કુલ 1 ટકા લોકોની સંપત્તિ ગયા વર્ષે 39 ટકા જેટલી વધીઃ દેશની 50 ટકા વસ્તી પાસે ફકત 4.8 ટકા જેટલી સંપત્તિઃ વિશ્વસ્તરે 2018માં અબજોપતિઓની સંખ્યામાં 12 ટકાનો ઉમેરો થયો: ભારતના ધનકુબેરોની સંપત્તિમાં રોજ 2200
 
ભારતના 9 અબજોપતિ પાસે દેશની 50 ટકા જેટલી સંપત્તિ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતની સૌથી ગરીબ 10 ટકા વસ્તી એટલે કે 13.6 કરોડ લોકો 2004થી સતત કર્જમાં ડુબેલા છે: દેશની જનસંખ્યાના કુલ 1 ટકા લોકોની સંપત્તિ ગયા વર્ષે 39 ટકા જેટલી વધીઃ દેશની 50 ટકા વસ્તી પાસે ફકત 4.8 ટકા જેટલી સંપત્તિઃ વિશ્વસ્તરે 2018માં અબજોપતિઓની સંખ્યામાં 12 ટકાનો ઉમેરો થયો: ભારતના ધનકુબેરોની સંપત્તિમાં રોજ 2200 કરોડનો વધારો થયો. કરોડપતિ દિવસેને દિવસે કરોડપતિ થતો જાય છે. આ બાબત આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ, એક રીપોર્ટ સામે આવ્યો છે કે ભારતમાં મોજુદ કરોડપતિઓની સંપત્તિઓમાં 2018માં પ્રતિ દિન લગભગ 2200 કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે.
દેશની જનસંખ્યાના કુલ 1 ટકા લોકોની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 39 ટકા જેટલી વધી છે, તો દેશના સૌથી ગરીબ માનતા લોકોની સંપત્તિમાં માત્ર 3 ટકાનો વધારો થયો છે. આ અભ્યાસ અનુસાર ભારતના 9 કરોડપતિ લોકો પાસે દેશની 50 ટકા સંપત્તિ છે. ભારતની લગભગ અડધી વસ્તીનો આર્થિક ગ્રોથ ગયા વર્ષે ઘણો ઓછી ઝડપે આગળ વધ્યો હતો. 50 ટકાથી વધુ લોકોની સંપત્તિમાં 3 ટકાના હિસાબથી વધારો થયો તો વૈશ્વિક રીતે જોઈએ તો વિશ્વના કરોડપતિઓની સંપતિમાં રોજ 12 ટકાના હિસાબથી વધારો થયો. જ્યારે દુનિયાભરમાં મોજુદ ગરીબ લોકોની સંપત્તિમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં 13.6 કરોડ લોકો કે જે દેશની જનસંખ્યાના 10 ટકા ગરીબ છે તેઓ હજુ પણ દેવાદાર છે. દુનિયામાં લગભગ 26 લોકો એવા છે જેમની પાસે 3.8 બીલીયન લોકોથી પણ વધુ સંપત્તિ છે. ગયા વર્ષે આ આંકડો 44નો હતો. ઉદાહરણ તરીકે એમેઝોનના ફાઉન્ડર જેફ બીજોજ પાસે અત્યારે 112બિલીયન ડોલરની સંપત્તિ છે જે ઈથોપીયા જેવા દેશના કુલ હેલ્થ બજેટની બરાબર છે જ્યાં 115 બીલીયનની જનસંખ્યા છે. જો ભારતનું જોઈએ તો 10 ટકા લોકો પાસે દેશની કુલ 77.4 ટકા સંપત્તિ છે. આમાંથી 1 ટકા પાસે કુલ 51.53 ટકા સંપત્તિ છે. જ્યારે 60 ટકા લોકો પાસે માત્ર 4.8 સંપત્તિ છે. રીપોર્ટ અનુસાર 2018 થી 2022 વચ્ચે ભારતમાં રોજ 70 કરોડપતિ વધશે. 2018માં ભારતમાં લગભગ 9 નવા અબજોપતિ બન્યા. દેશની તેની કુલ સંખ્યા હવે 119ની થઈ છે કે જેમની પાસે 28 લાખ કરોડની સંપત્તિ છે.