આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. તે વિમાનમાંથી પેરાશૂટથી એક પાયલોટને ઉતરતા પણ જોવા મળ્યો હતો. આ અંગે એરવાઈસ માર્શલ આર.જે.કે. કપૂરે પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી.

ભારત દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ગભરાઈ ગયેલા પાકિસ્તાનની વાયુસેનાના વિમાનો આજે એટલે કે બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરની સરહદમાં પ્રવેશ્યા હતા. ભારતની વાયુસેના આ વળતા હુમલા માટે તૈયાર હોવાને કારણે તેણે આ હુમલાનો તરત જ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું. આ જવાબી કાર્યવાહીમાં ભારતને પણ તેનું એક મીગ-21 ગુમાવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે, ભારતના તુટી પડેલા મીગ-21 વિમાનનો પાઈલટ ગાયબ છે. પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે આ પાઈલટ તેમના કબ્જામાં છે. જોકે, ભારત સરકાર આ બાબતની વધુ તપાસ કરી રહી છે અને વિગતો મેળવી રહી છે. જ્યારે વધુ વિગતો પ્રાપ્ત થશે ત્યારે મીડિયાને વધુ માહિતી આપવામાં આવશે. પાકિસ્તાને આ હુમલાના જવાબમાં બુધવારે ભારતમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેના આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યાર પછી બપોર બાદ પાકિસ્તાને એવું નિવેદન આપ્યું હતું કે, ‘અમે યુદ્ધ ઈચ્છતા નથી.’

મહત્વનું છે કે, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક ટવીટ મુકવામાં આવ્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતનો એક પાઇલટ તેમની પાસે છે. જોકે આ ટવીટને જેને થોડો સમય બાદ હટાવી લેવાયું હતું.

આ ટવીટના વિડીયોમાં દેખાતી વ્યક્તિની આંખો પર પાટો બંધાયેલો છે અને તેણે ભારતીય વાયુસૈન્યનો યુનિફૉર્મ પહેરી રાખ્યો છે. જેના પર અંગ્રેજીમાં તેમનું નામ ‘અભિ’ લખાયેલું છે. આ વ્યક્તિ પોતાનો સર્વિસ નંબર પણ બતાવી રહી છે.

જોકે, પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વીટર એકાઉન્ટ પર બે પાઇલટને પકડવાનો દાવો કરાયો છે અને તેમની તસવીર પણ અપાઈ છે. પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ બીજા ભારતીય પાઇલટને ‘સૅન્ટ્રલ મિલિટરી હૉસ્પિટલ’માં દાખલ કરવાની વાત કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code