ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન ટેકનીકલ ખામીથી ક્રેશ થયુ હતુ તે તસવીર
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ભારતીય સીમામાં ઘૂસી જનારા પાકિસ્તાન એરફોર્સના F16 ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે. ભારત દ્વારા કરવામાં આવેલી વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનની ટેરીટરમાં નૌશેરા સેક્ટરના લામ વેલીમાં પાકિસ્તાનના ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે.
સમાચાર એજનસી એએનઆઈએ જણાવ્યું કે ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની એરફોર્સના પ્લેન F16ને ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહીમાં તોડી પાડ્યું છે. એજન્સીએ તેની સાથે જણાવ્યું કે પાકિસ્તાની સીમાના લગભગ 3 કિલોમીટર અંદર સ્થિત લામ ઘાટીમાં પેરાશૂટ ઉતરતું જોવા મળ્યું છે. પ્લેનના પાયલોટોની કોઈ જાણકારી નથી મળી.
મહત્વનું છે કે આ ઘટના પછી પાકીસ્તાનની સરહદે આવેલા રાજયો પંજાબ ,જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, રાજસ્થાન સહિતના એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે.
બુધવારે સવારે પાકીસ્તાની વિમાનોએ ભારતમાં ઘુસવાની નિષ્ફળ કોશિષ કરતા ભારતીય વાયુ સેનાએ તેને જડબાતોડ જવાબ આપતા પાકીસ્તાની વિમાનો પાછા ફર્યા હતા. જોકે ત્યાર બાદ ભારતીય વાયુસેનાનું એક લડાકુ વિમાન ટેકનીકલ ખામીને કારણે ક્રેશ થતા 2 પાયલટ શહિદ થયા હતા.
આપને જણાવી દઇએ કે, ભારતીય વાયસેનાનું એરક્રાફ્ટ બડગામ જિલ્લાના ગરેન કલાન ગામ ખાતે સવારે 10.05 વાગ્યે એક ખુલ્લા ખેતરમાં તૂટી પડ્યું હતું. નીચે પડતાની સાથે વિમાનના બે ટુકડા થઈ ગયા હતા અને તેમાં આગ લાગી ગઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે બુધવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાની વિમાન ઘૂસી ગયું હતું. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની જેટ તરફથી ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જોકે, ભારતીય સેનાએ ત્વરિત કાર્યવાહી કરતા પાકિસ્તાની જેટ ભાગી ગયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code