ભારત@મિશન શક્તિ: અંતરીક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો

અટલ સમાચાર,ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશવાસીઓને સંબોધન કર્યું હતુ. તેમણે કહ્યું કે થોડા સમય અગાઉ જ ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સ્પેસ પાવર તરીકે ભારતે પોતાનું નામ નોંધાવ્યું છે. મોદીએ જણાવ્યુ હતુ કે, આપણા વૈજ્ઞાનિકોએ સ્પેસમાં 300 કિમી દૂર એલઈઓ ઓરબિટમાં સેટેલાઈટ તોડી પાડ્યો છે. આ એક પૂર્વ નિર્ધારીત લક્ષ્ય હતું. જેને
 
ભારત@મિશન શક્તિ: અંતરીક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો

અટલ સમાચાર,ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશવાસીઓને સંબોધન કર્યું હતુ. તેમણે કહ્યું કે થોડા સમય અગાઉ જ ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સ્પેસ પાવર તરીકે ભારતે પોતાનું નામ નોંધાવ્યું છે. મોદીએ જણાવ્યુ હતુ કે, આપણા વૈજ્ઞાનિકોએ સ્પેસમાં 300 કિમી દૂર એલઈઓ ઓરબિટમાં સેટેલાઈટ તોડી પાડ્યો છે. આ એક પૂર્વ નિર્ધારીત લક્ષ્ય હતું. જેને ઈ સેટ મિસાઈલ દ્વારા 3 મિનિટમાં જ તોડી પાડવામાં આવ્યું છે. ‘મિશન શક્તિ’ એ ખુબ જ કપરું ઓપરેશન હતું.

મહત્વનુ છે કે, આ અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશો જ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યાં છે. જેમાં અમેરિકા, ચીન અને રશિયાનું નામ છે. આજે ભારત ચોથો દેશ બન્યો છે જેણે આ સિદ્ધિ મેળવી છે. દરેક ભારતવાસીઓ માટે આ ગર્વનો વિષય છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા અંતરિક્ષમાં હથિયારોની દોડની વિરુદ્ધમાં રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતનું આ મિશન કોઈ દેશ વિરુદ્ધ નહતું. કોઈ પણ આંતરાષ્ટ્રીય કાયદા કે સંધિ કરારોનો ભંગ કરતું નથી. અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા માટે કર્યો છે. એક મજબુત ભારત હોવું ખુબ જરૂરી છે. અમારો હેતુ યુદ્ધનો માહોલ બનાવવાનો નથી. આ પરાક્રમ ભારતમાં જ તૈયાર થયેલા એ સેટ મિસાઈલ દ્વારા પાર પાડવામાં આવ્યું હતુ.