દેશઃ RTI પાલન કરાવવામાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે, ભ્રષ્ટાચાર નાબૂદીનું હથિયાર બુઠ્ઠું પડ્યું

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં RTIનો કાયદો 12 ઓક્ટોબર 2005ના રોજ અમલમાં આવ્યો હતો. આથી દર વર્ષે આ દિવસે RTI દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે RTI એક્ટનો ઉપયોગ ઘટ્યો છે. છેલ્લા 14 વર્ષમાં માત્ર 2.5 ટકા લોકોએ જ RTIના કાયદાનો ઉપયોગ કર્યો છે. રાજ્યો મુજબ જોઈએ તો 2017-18 દરમિયાન ફક્ત નવ રાજ્યો વાર્ષિક રિપોર્ટ રજૂ
 
દેશઃ RTI પાલન કરાવવામાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે, ભ્રષ્ટાચાર નાબૂદીનું હથિયાર બુઠ્ઠું પડ્યું

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં RTIનો કાયદો 12 ઓક્ટોબર 2005ના રોજ અમલમાં આવ્યો હતો. આથી દર વર્ષે આ દિવસે RTI દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે RTI એક્ટનો ઉપયોગ ઘટ્યો છે. છેલ્લા 14 વર્ષમાં માત્ર 2.5 ટકા લોકોએ જ RTIના કાયદાનો ઉપયોગ કર્યો છે. રાજ્યો મુજબ જોઈએ તો 2017-18 દરમિયાન ફક્ત નવ રાજ્યો વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં સક્ષમ હતા. ઉત્તરપ્રદેશે 14 વર્ષમાં એક પણ વખત RTIનો રિપોર્ટ રજૂ કર્યો નથી. જ્યારે બિહાર સૂચના આયોગની વેબસાઈટ હજુ સુધી બનાવવામાં આવી નથી.

ફક્ત કેન્દ્રીય માહિતી આયોગ અને કેટલાક રાજ્યો દર વર્ષે નિયમિતપણે વાર્ષિક રિપોર્ટ રજૂ કરે છે. આ કાયદો કેન્દ્ર સરકાર, દેશની રાજ્ય સરકારો, સ્થાનિક શહેરી સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓને લાગુ છે. 14 વર્ષમાં સૂચના આયોગ સમક્ષ 3 કરોડ 2 લાખ RTI અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી 21 લાખ 32 હજાર અરજદારોએ બીજી વખત અપીલ અને ફરિયાદો કરી છે. RTI કાયદાનું પાલન કરાવવામાં વિશ્વમાં ભારતનું સ્થાન 2નંબરેથી ઘટી 7મા નંબરે આવી ગયું છે. એકથી 6 નંબર પર રહેલા દેશોમાં મોટાભાગના દેશોએ ભારત પછી RTI એક્ટ લાગૂ કર્યો છે. ભારતમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હથિયાર તરીકે RTIના કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દેશની 50 ટકાથી વધુ RTI અરજીઓ ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. આમાં પણ રાજ્ય સરકારોની સરખામણીએ કેન્દ્ર સરકારના વિભાગો પાસેથી માંગવામાં આવેલી માહિતીની સંખ્યા વધુ છે. RTI એક્ટનો અમલ કરવામાં પ્રથમ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને ગુજરાત છે. RTI એક્ટનો સૌથી ઓછો ઉપયોગ કરનારા રાજ્યોમાં મણિપુર, સિક્કિમ, મિઝોરમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ છે. RTI એક્ટનો યોગ્ય ઉપયોગ ન થવા પાછળ સૂચના આયોગમાં પડેલી ખાલી જગ્યાઓ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.