OICની બેઠકમાં પાક.ના રીસામણા વચ્ચે ભારતનું મજબૂત સંબોધન
અટલ સમાચાર, ડેસ્ક વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અબુ ધાબીમાં થઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. સુષમા સ્વરાજે બેઠકને સંબોધતા જણાવ્યું કે ભારતે
Mar 1, 2019, 13:52 IST

અટલ સમાચાર, ડેસ્ક
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અબુ ધાબીમાં થઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. સુષમા સ્વરાજે બેઠકને સંબોધતા જણાવ્યું કે ભારતે આતંકવાદને ખૂબ સહન કર્યો છે.
જણાવી દઈએ કે, ભારતને મુખ્ય અતિથી તરીકે ઈસ્લામીક સંગઠનમાં બોલાવવામાં આવતા પાકિસ્તાન રોષે ભરાયું છે. જેથી પાકિસ્તાનના વિદેશ પ્રધાને આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. આ સંગઠનમાં પાકિસ્તાન પણ સદસ્ય છે. તેમછતાં આ સંગઠનમાં ભારતને આવકારવામાં આવ્યું છે.