આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

ગાંધીનગરમાં LRDનું આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર બનતું જાય છે. LRDની ભરતી 1-8-2018ના પરિપત્રને અમલમાં રાખીને કરવામાં આવી હતી. આ પરિપત્રના અમલને લઇને અનામત વર્ગની મહિલાઓ પરિપત્ર રદ્દ કરવા છેલ્લા બે મહીના કરતા વધારે સમયથી સરકાર સામે આંદોલન કરી રહી છે. તો બીજી તરફ આ પરિપત્ર રદ્દ નહીં કરવા માટે બિનઅનામત વર્ગની મહિલાઓ સરકારની સામે આંદોલન પર ઉતરી હતી. આ બધાની વચ્ચે હવે, બિન સચિવાલય, ટાટ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપેલા યુવકોએ સરકારની સામે મોરચો ખોલ્યો છે. ગેરરીતીના કારણે રદ્દ કરવામાં આવેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત ગાંધીનગરમાં યુવરાજસિંહ જાડેજાએ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર સતયગ્રહ છાવણી ખાતે એલઆરડી મામલે અનામત વર્ગની મહિલાઓ આંદોલન ઉપર બેસેલી છે. આ દરમ્યાન બિન સચિવાલય, ટાટ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપેલા યુવકોએ સરકારની સામે મોરચો ખોલ્યો છે. ગેરરીતીના કારણે રદ્દ કરવામાં આવેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત ગાંધીનગરમાં યુવરાજસિંહ જાડેજાએ કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ટાટ પાસ થયેલા ઉમેદવારોએ સરકારની સામે આંદોલન શરૂ કર્યું છે. ટાટ પાસ થયેલા ઉમેદવારોની માગ છે કે, સરકારી માધ્યમિક શાળાઓની સાથે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવે. યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેકટરની ભરતીમાં મહિલા ઉમેદવારોની સાથે અન્યાય થયો હોવાની રજૂઆત કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code