ઇન્ડોનેશિયામાં સુનામીઃ222ના મોત, નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

અટલ સમાચાર, ડેસ્ક ઇન્ડોનેશિયામાં સુનામી આવતા ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ઈન્ડોનેશીયા એશીયા અને ભારતનો મિત્ર દેશ છે. આ દેશને અવાર-નવાર સુનામીનો ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે આ વખતની સુનામીએ ડઝનેક ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે દરિયામાં ઘણી હોડી પણ ગુમ થઈ હતી. સુનામીથી પ્રભાવિત વિસ્તારોમાં પેન્ડેન્ગલેંગ, સેરેંગ અને દક્ષિણ લેમ્પૂંગનો સમાવેશ થાય છે. સુનામીએ
 
ઇન્ડોનેશિયામાં સુનામીઃ222ના મોત, નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

અટલ સમાચાર, ડેસ્ક

ઇન્ડોનેશિયામાં સુનામી આવતા ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ઈન્ડોનેશીયા એશીયા અને ભારતનો મિત્ર દેશ છે. આ દેશને અવાર-નવાર સુનામીનો ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે આ વખતની સુનામીએ ડઝનેક ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે દરિયામાં ઘણી હોડી પણ ગુમ થઈ હતી. સુનામીથી પ્રભાવિત વિસ્તારોમાં પેન્ડેન્ગલેંગ, સેરેંગ અને દક્ષિણ લેમ્પૂંગનો સમાવેશ થાય છે.

સુનામીએ શનિવારે રાત્રે દેશને તોડી પાડ્યો છે. આ ઘટનામાં 222 લોકોના મોતની અહેવાલો છે, જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અહેવાલ અનુસાર સ્થાનિક સમય મુજબ સુનામી 9.30 વાગ્યે આવી હતી. જેનાથી સમુદ્રમાં ઘણી હોડી પણ ગુમ થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયામાં સુનામીમાં જીવ ગુમાવનારા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું કહ્યું અને જણાવ્યું હતું કે ભારત રાહત કાર્યમાં તેના પડોશી દેશની મદદ કરવા માટે તૈયાર છે. ઇન્ડોનેશિયામાં સુનામીના નુકશાન અને વિનાશથી હું નાખુશ છું. આવી પડેલી આફતમાં મિત્ર દેશને મદદ કરવા માટે તૈયાર છે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

ઈન્ડોનેશીયામાં સમુદ્રના પહાડોમાં જ્વાળામુખી સક્રિય થયા પછી સમુદ્રમાં ઊંચી મોજાઓ ઉછળવા લાગ્યા હતા. અને ત્યારબાદ ખાનાખરાબી સર્જાઈ પડી છે.