ઉદ્યોગનીતિ@ગુજરાત: નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે: CM

અટલ સમાચાર,ડેસ્ક મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર
 
ઉદ્યોગનીતિ@ગુજરાત: નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે: CM

અટલ સમાચાર,ડેસ્ક

મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. જમીનની કિંમત ભારે હોય છે ત્યારે એને થતું હોય છે જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતની નવી પોલિસીમાં આત્મનિર્ભર ગુજરાત પર ભાર મૂકાયો છે. જેમાં આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન સામેલ કરાયું છે. ઉદ્યોગનીતિ જાહેર કરવા માટે અમે ટાસ્ક સમિતિ બનાવી હતી. આ સમિતિએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 માટે સૂચન આપ્યા હતા. જેના બાદ નિર્ણયો લેવાયા છે. પોલિસીમાં રોજગારીની તકોનું સર્જન થાય તે માટે આપણે નોંધપાત્ર યોગદાન આપી શકીએ એ બાબતનું ખાસ ધ્યાન રખાયું છે. તેમજ 2015 ની જૂની પોલિસીના ઘણા ફિચર નવી પોલીસીમાં યથાવત રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત જીએસટી બાદ કેટલાક વેપારીઓની મુશ્કેલી થતી હતી. જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વેચાણ ઉપર ટેક્સ લેવામાં આવતો હતો તેનાથી મુશ્કેલી થતી હતી તેમાં સુધારો કરવાનો અને સરળ કરવાનો નિર્ણય નવી પોલિસીમાં લેવામાં આવ્યો છે. ગુજરાત સાહસ કર્યું છે. જેટલું મૂડીરોકાણ આવે એના 12 ટકા રકમ તેને પરત કરવામાં આવશે. 12 ટકાના સીલીંગ સાથે તેમને પાછો આપવામાં આવશે. નવી પોલિસીમાં નિર્ણય લેવાયો કે, જેટલુ ઈન્વેસ્ટમેન્ટ આવે તેના 12 ટકા જેટલી રકમ જ તેને પાછી અપાશે. જેથી વળતરની રકમ વધુ પારદર્શક બનાવાશે.

ઉદ્યોગનીતિમાં કરાયેલી અન્ય જાહેરાતો

  • નાના અને મધ્યમ ઉદ્યોગોને ૨૫ ટકા સુધીની લોન સબસીડી મળવા પાત્ર રહેશે
  • વ્યાજ સબસીડીમાં સાત વર્ષના સમયગાળા સુધી 7 ટકા સુધી ૩૫ લાખ સુધી સબસીડી આપવામાં આવશે.
  • ઈલેક્ટ્રિક સિટી ડ્યુટી છૂટ આપવામાં આવશે.
  • નવી ઉદ્યોગ પોલિસીમાં મીડિયાને પણ સમાવેશ કરવામાં આવ્યો.
  • નાના અને મધ્યમ ઉદ્યોગો સૂર્ય ઊર્જાનું ઉત્પાદન કરીને ઉપયોગ કરશે, તો તેમને વધારાની સહાય પણ ચૂકવાશે. સૂર્ય ઉર્જા વધારાનું ઉત્પાદન સવા બે રૂપિયા લેખે સરકાર ખરીદે છે.
  • ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે
  • મૂડીરોકાણના ૨૫ ટકા સુધીની સહાય કરવામાં આવશે. 30 કરોડ સુધીનું સપોર્ટ કે સરકાર કરશે.
  • નવી પોલિસીમાં તાલીમ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિગત તાલીમ લેનાર વ્યક્તિને 15000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે
  • સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે
  • આદિવાસી તાલુકાઓમાં સ્પેશિયલ રાહત આપવાની જાહેરાત નવી પોલીસમાં સમાવેશ કરવામાં આવ્યો છે