અયોગ્ય@ખેડબ્રહ્મા: વહેણમાં ડૂબી જવાની બીક, બાળકો શાળાએ ન પહોંચ્યા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળાનું શિક્ષણ બાળકો માટે મોંઘુ અને સંઘર્ષને અંતે મળતું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ચોમાસામાં વરસાદને પગલે શાળાએ જતા બાળકોને વહેણ પાર કરવા દરમિયાન ડૂબી જવાની સૌથી વધુ સંભાવના છે. આથી બાળકોને શાળાએ પહોંચાડવા શિક્ષકો અને સ્થાનિકો મથામણ કરી રહ્યા છે. આ દરમિયાન ગત દિવસે ભારે વરસાદથી
 
અયોગ્ય@ખેડબ્રહ્મા: વહેણમાં ડૂબી જવાની બીક, બાળકો શાળાએ ન પહોંચ્યા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળાનું શિક્ષણ બાળકો માટે મોંઘુ અને સંઘર્ષને અંતે મળતું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ચોમાસામાં વરસાદને પગલે શાળાએ જતા બાળકોને વહેણ પાર કરવા દરમિયાન ડૂબી જવાની સૌથી વધુ સંભાવના છે. આથી બાળકોને શાળાએ પહોંચાડવા શિક્ષકો અને સ્થાનિકો મથામણ કરી રહ્યા છે. આ દરમિયાન ગત દિવસે ભારે વરસાદથી સાકરીયાફળો નજીક ડૂબી જવાય તેટલુ પાણી ભરાતા બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે.

Video:

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સાકરીયાફળો પ્રાથમિક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો શનિવારે સવારે શાળાએ ન પહોંચતા હડકંપ મચી ગયો છે. હકીકતે મોટાબાવળ ગ્રામપંચાયત નજીક પાણીનું મોટુ વહેણ પસાર થાય છે. હાલમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલને પગલે વહેણમાં ઢીંચણથી કેળ સમા પાણી ભરાયા છે. જેનાથી ધો.1 થી 5ના બાળકો વહેણ પસાર કરતા ડૂબી જાય તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી યેનકેન પ્રકારે માંડમાંડ શાળાએ પહોંચતા બાળકોના સંઘર્ષમાં શનિવારે મોટો વળાંક આવ્યો છે.

સાકરીયાફળો શાળા પહોંચે તે પહેલા બાળકો અને વાલીઓને વહેણમાં ડૂબી જાય તેટલું પાણી હોવાની ખાતરી થતા શિક્ષણ મેળવી શક્યા નથી. તંત્રની વ્યવસ્થાના અભાવે શનિવારે અનેક બાળકો શિક્ષણ અને મધ્યાહન ભોજનથી દૂર રહ્યાનો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વહેણ ઉપર પુલ નહી બનતા વર્ષોથી સાકરીયાફળોના બાળકો અને શિક્ષકો ભારે સંઘર્ષ વચ્ચે શિક્ષણ મેળવવા મથી રહ્યા છે.