અયોગ્ય@મહેસાણા: ઐતિહાસિક 72 કોઠાની વાવમાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાની ઐતિહાસિક વિરાસત એવી 72 કોઠાની વાવ આજે સમારકામ ઝંખી રહી છે. જેમ પાટણની રાણકી વાવને હેરીટેજ તરીકે વિશ્વના ફલક પર સમાવેશ કરવામાં આવ્યો તેમ મહેસાણામાં પરા તળાવ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ મંદિર પાસે આવેલ જૂની પૂરાણી 72 કોઠાની વાવ પણ વિકસીત થાય તેવી મહેસાણાવાસીઓમાં માંગ ઉઠવા પામી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આખા દેશમાં સ્વચ્છ ભારત અભિયાન વાવ સામે નિષ્ફળ ગયુ છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
મહેસાણાની 72 કોઠાની વાવની જાળવણીના અભાવ સાથે ગંદકીએ માઝા મુકી હોવાનુ સામે આવ્યુ છે. જીલ્લા પ્રશાસનની માંડી કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે. જોકે મહેસાણાની વાવના દ્રશ્યો જોતા અસ્તિત્વ સામે ઝઝુમી રહી હોવાનુ બહાર આવ્યુ છે. વાવ ઉપર ગંદકી, કચરો અને બાવળોએ ભયાનક કબજો જમાવતા ઐતહાસિક સ્થળની જાળવણી ગંભીર સવાલોમાં મુકાઇ છે.
મહેસાણાના ઇતિહાસની ઐતિહાસિક વિરાસત એવી 72 કોઠાની વાવ વિશે મુખ્ય પુસ્તકાલયના રમણલાલ પટેલે જણાવ્યુ હતુ કે, 72 કોઠાની વાવમાં પ્રથમ ઉપલા સ્તરથી તળિયા સુધી 72 કોઠા આવેલા છે. 12 ભાગમાં છ-છ કોઠા મુજબ 72 કોઠાની રચના કરવામાં આવેલી છે. ભવ્ય વિરાસતની વહેલી તકે જાળવણી કરવામાં આવે અને તેનો વિકાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.