આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

પાલનપુરની શુકન 121 સોસાયટીમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સોસાયટીના બંગલા નંબર 26નું તાળુ તોડી જયારે બંગલા ન.29માંથી રૂ.1.80 લાખની મતા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સમાન બન્યા હતા. ઘટનાને લઇ પાલનપુર પશ્વિમ પોલીસે આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરની શુકન સોસાયટીના ૨૯ નંબરના બંગલામાં ભાડવાત તરીકે રહેતા પિયુષકુમાર શરસભાઇ જાટ (ચૌધરી) ના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો મકાનનું તાળું તોડી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ રૂ.1,80,000 જેટલા મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. તો બંગલા નંબર 26માં રહેતા નીતેશકુમાર ભાઇલાલભાઇ પટેલ રક્ષાબંધનની ઉજવણી કરવા અમદાવાદ ગયા હતા. ત્યારે શનિવારે તસ્કરો તેમના મકાનનું પણ તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મકાનમાંથી મુદ્દામાંલ ન મળતા તસ્કરો હાથ ખંખેરી ભાગી ગયા હતા.

સમગ્ર બનાવની જાણ નીતેશકુમાર રવિવારે બપોરના સમયે ઘરે આવતા જાણ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસ કરતા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સમાન નજરે પડ્યા હોવાનું નીતિશે જણાવ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ સોસાયટીમાં તસ્કરો ઘૂસી ચોરી કરી ફરાર થઈ જતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જે અંગે સ્થાનિકે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code