ચેપ@પાટણ: સૌથી મોટો આંકડો, નવા 28 દર્દી આવતાં ફફડાટ વચ્ચે પાડોશી ચોંક્યા

અટલ સમાચાર, હર્ષલ ઠાકર (સિધ્ધપુર) પાટણ જિલ્લામાં આજે બપોર પછી બે વખત કોરોના દર્દીઓની સંખ્યા જાહેર થઈ હતી. જેનો સરવાળો કરતાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. 28 નવા દર્દીઓ દાખલ થતાં તેઓના પાડોશી ફફડાટ વચ્ચે ચોંકી ગયા છે. આજથી બપોર બાદ કડક લોકડાઉનની શરૂઆતે મોટી સંખ્યામાં નવા દર્દી ઉમેરાયાં છે. કોરોના વાયરસનું
 
ચેપ@પાટણ: સૌથી મોટો આંકડો, નવા 28 દર્દી આવતાં ફફડાટ વચ્ચે પાડોશી ચોંક્યા

અટલ સમાચાર, હર્ષલ ઠાકર (સિધ્ધપુર)

પાટણ જિલ્લામાં આજે બપોર પછી બે વખત કોરોના દર્દીઓની સંખ્યા જાહેર થઈ હતી. જેનો સરવાળો કરતાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. 28 નવા દર્દીઓ દાખલ થતાં તેઓના પાડોશી ફફડાટ વચ્ચે ચોંકી ગયા છે. આજથી બપોર બાદ કડક લોકડાઉનની શરૂઆતે મોટી સંખ્યામાં નવા દર્દી ઉમેરાયાં છે. કોરોના વાયરસનું સંક્રમણ નવા ગામ અને શહેરોનની નવી સોસાયટી સુધી પહોંચી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

ચેપ@પાટણ: સૌથી મોટો આંકડો, નવા 28 દર્દી આવતાં ફફડાટ વચ્ચે પાડોશી ચોંક્યા

સમગ્ર પાટણ જિલ્લામાં કોરોનાની વણથંભી વણઝાર રોજેરોજ હચમચાવી રહી છે. આજે ગણતરીના કલાકોમાં કુલ 28 વ્યક્તિનો કોરોના પોઝીટીવ આવ્યો છે. સંક્રમણને રોકવા ફરી લોકડાઉન કરવાના મંથન વચ્ચે પાટણ શહેરમાં બપોર બાદ સજ્જડ બંધ શરૂ થયું છે. આજે સાંજે શરૂઆતમાં 19 કેસ નોંધાયા બાદ મોડી સાંજે ફરી નવા 9 કેસ દાખલ થયા છે. જેનાથી પાટણ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 500 ને પાર થઈ થઇ ગઈ છે. અનલોક દરમ્યાન સંક્રમણનો રાફડો ફાટી ગયો હોય તેમ વધારે સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા દર્દીઓ ઉમેરાતાં વચ્ચે સિદ્ધપુરના 72 વર્ષિય વૃધ્ધ મહિલાનું ધારપુર ખાતે કોરોના સારવાર દરમિયાન મોત થયુ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 44 લોકોઅે જીવ ગુમાવ્યો છે. મોડીસાંજે નોંધાયેલા નવા 9 કેસમાં કલાનગરમાં રહેતા 65 વર્ષિય પુરુષ, ચિતારાની ખડકીમાં રહેતા 53 વર્ષિય પુરુષ, દવેનાં પાડામાં રહેતી 60 વર્ષિય મહિલા, વિજય કુવામાં રહેતા 60 વર્ષિય પુરુષ, જળચોકમાં રહેતી 42 વર્ષિય યુવતિ, સુવિધીનાથ સોસાયટીમાં રહેતા 64 વર્ષિય પુરુષ, યશવિહારમાં રહેતી 35 વર્ષિય યુવતિ, નવજીવન સોસાયટીમાં રહેતી 35 વર્ષિય પુરુષનો તેમજ સોનીવાડામાં રહેતા 52 વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અનલોક- 2 નાં માત્ર 22 જ દિવસમાં કોરોના કેસની સંખ્યા 300 ને પાર થઈ છે. જેમાં 400 કેસથી 500 સુધીની સંખ્યા પહોંચવામાં ફક્ત પાંચ જ દિવસ લાગ્યા છે.