મોંઘવારીઃ સિંગતેલના ભાવમાં ધરખમ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કમોસમી વરસાદના કારણે માંડવીના પાકને પારવાર નુકશાન થયું છે અને તેના કારણે સિંગતેલની બજાર ભડકે બળશે તેવા એંધાણ હતા. દરમિયાન ચીને અગાઉથી નક્કી કર્યા મુજબ ભારતમાંથી મગફળીનો જંગી જથ્થો ઉપાડતા સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં સિંગતેલ ભાવમાં ડબ્બે 350 રૂપિયાનો વધારો આવતા સામાન્ય માણસની દિવાળી બગડવાના એંધાણ છે. આ વર્ષે
 
મોંઘવારીઃ સિંગતેલના ભાવમાં ધરખમ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે માંડવીના પાકને પારવાર નુકશાન થયું છે અને તેના કારણે સિંગતેલની બજાર ભડકે બળશે તેવા એંધાણ હતા. દરમિયાન ચીને અગાઉથી નક્કી કર્યા મુજબ ભારતમાંથી મગફળીનો જંગી જથ્થો ઉપાડતા સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં સિંગતેલ ભાવમાં ડબ્બે 350 રૂપિયાનો વધારો આવતા સામાન્ય માણસની દિવાળી બગડવાના એંધાણ છે.

આ વર્ષે 21 લાખ હેક્ટ જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. જોકે, કમોસમી વરસાદના કારણે મગફળીનું યાર્ડ સુધી પહોંચવું અને બજારમાં આવવું આ બંને સ્થિતિમાં જથ્થાનો માતબર ઘટાડો જોવા મળી શકે છે. દરમિયાન આ વર્ષે ચીને સિંગતેલનો મોટો જથ્થો ભારત પાસેથી ખરીદ્યો છે. સૌરાષ્ટ્રના મોટા ઓઇલ મીલરો દ્વારા આ અંગે અગાઉથી જ જાહેરાત કરવામાં આવી હતી કે ચીનમાંથી મોટી સંખ્યામાં ઓઇલની માંગણી છે, જેના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું થયું તો મગફળીની અછત અને એક્સપોર્ટની માંગ સામે સિંગતેલની બજાર ઊંચકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોનું માનીએ તો ગત વર્ષે ચીને આપણા દેશમાં 55 હજાર ટન સિંગતેલની આયાત કરી હતી. આ વર્ષે આ આંકડો 1 લાખ ટન રહેવાની વકી છે, જોકે, બજારના નિષ્ણાતોના મતે આ સ્થિતિમાં તેજીવાળા ખેલાડીઓ સંગ્રહ કરશે તો ડબ્બાનો ભાવ 3000 સુધી પહોંચવાની સ્થિતિ છે. ચીને અત્યારસુધીમાં આશરે 35,000 ટન મગફળીના તેલની નિકાસ કરી લીધી છે જેના કારણે આપણી બજારમાં તેલના ડબ્બાનો ભાવ 2500ને વટાવી ગયો છે. જો બજારની સ્થિતિ આવી જ રહીં તો શુદ્ધ સિંગતેલનું ફરસાણ સામાન્ય વર્ગની પહોંચ બહાર જતું રહેશે અને આમ આદમીની દિવાળી કપાસિયા તેલ પર જ આધારિત રહી જશે.