મોંઘવારીઃ કોરોના સંકટ વચ્ચે ડિસેમ્બરમાં ફરી વધ્યા ગેસ સિલિન્ડરના આટલા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ 15 ડિસેમ્બરે ફરીથી 14.2 કિલોગ્રામના સબ્સિડી વિનાના રસોઈગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. મહિનાની શરૂઆતમાં પણ 50 રૂપિયાનો વધારો થવાના કારણે ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ મહિને 100 રૂપિયાનો વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
મોંઘવારીઃ કોરોના સંકટ વચ્ચે ડિસેમ્બરમાં ફરી વધ્યા ગેસ સિલિન્ડરના આટલા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ 15 ડિસેમ્બરે ફરીથી 14.2 કિલોગ્રામના સબ્સિડી વિનાના રસોઈગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. મહિનાની શરૂઆતમાં પણ 50 રૂપિયાનો વધારો થવાના કારણે ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ મહિને 100 રૂપિયાનો વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓની મુશ્કેલી વધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતો આા ફેરફાર થોડો અલગ હતો. ડિસેમ્બરની શરૂઆતમાં 14.2 કિલોના રસોઈ ગેસની કિંમતમાં કોઈ વધારો થયો નહીં. કિંમતો સ્થિર રહી પણ પછી 2 તારીખે તેમાં 50 રૂપિયાનો વધારો કરાયો અને હવે 8 દિવસ બાદ પણ ફરીથી આ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. દિલ્હીમાં હવે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 644 રૂપિયા કરી દેવામાં આવી છે.

15 ડિસેમ્બરે જ્યારે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર એલપીજી સિલિન્ડરની જૂની કિંમતો જોવા મળી રહી છે. પોતાના શહેરમાં એલપીજીની કિંમત ચેક કરતાં તેમાં 50 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.