મોંઘવારીઃ દિવાળી પહેલા રાંધણગેસના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક આ દિવાળી આમ આદમી માટે ભારે રહેશે. કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યા. દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાંધણ ગેસના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ કંપનીઓ એલપીજીના ભાવના નવા ભાવ જાહેર કરતી
 
મોંઘવારીઃ દિવાળી પહેલા રાંધણગેસના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

આ દિવાળી આમ આદમી માટે ભારે રહેશે. કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યા. દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાંધણ ગેસના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ કંપનીઓ એલપીજીના ભાવના નવા ભાવ જાહેર કરતી હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલી નવેમ્બરના રોજ રાંધણ ગેસના ભાવમાં ફરીથી વધારો થશે. એટલે કે દિવાળી પહેલા ફરીથી ભાવ વધી શકે છે. આ પહેલા 6 ઓક્ટોબરના રોજ એલપીજી ગેસના 14 કિલોગ્રામના બોટલની કિંમત 15 રૂપિયા વધી હતી. એટલું જ નહીં, જુલાઈ 2021થી અત્યારસુધી ગેસની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. ગેસ કંપનીઓ દાવો કરી રહી છે કે તેઓ હાલ એક સિલિન્ડર પર 100 રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

ગેસ કંપનીઓનું કહેવું છે કે હાલ તેમને સિલિન્ડરની એક બોટલ પર 100 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણે કિંમતમાં ફરીથી વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારની મંજૂરી સાથે રસોઈ ગેસની કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર તરફથી સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને રેટેલ ભાવ ખર્ચ પ્રમાણે નક્કી કરવાની મંજૂરી નથી આપવામાં આવી. આ ઉપરાંત આ 100 રૂપિયાના નુકસાનનું અંતર ઓછું કરવા માટે હાલ સરકાર તરફથી કોઈ સબસિડી પણ નથી આપવામાં આવી રહી. આથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત વધતા એલપીજીના વેચાણ પર પ્રતિ સિલિન્ડર નુકસાન 100 રૂપિયા થયું હોવાનું સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દાવો કરી રહી છે.

બ્રેન્ડ ક્રૂડ ઑઇલની કિંમત હાલ 85.42 ડૉલર પ્રતિ ડૉલર પર પહોંચી ગઈ છે. જ્યારે સાઉદી અરેબિયામાં એલપીજીનો ભાવ 60 ટકા તેજી સાથે 800 ડૉલર પ્રતિ ટન થઈ ગયો છે. હાલ ટેક્નિકલ રીતે કેન્દ્ર સરકાર એલપીજીના ભાવ પર નિયંત્રણ કરી શકે છે. જોકે, આ માટે તેમણે વેચાણ પર નુકસાન ભરપાઈ કરવું પડશે. કોલકાતામાં રાંધણ ગેસની કિંમત 936 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. અમદાવાદમાં ગેસ સિલિન્ડરના ભાવ વધીને 891 રૂપિયા થઇ ગયો છે. દિલ્હી મુંબઈમાં આ ભાવ 998 રૂપિયા થઇ ગયા છે.