મોંઘવારી@દેશઃ 23 જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક
6 જાન્યુઆરી 2021 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વેક્સીનને લઇને આખી દુનિયામાં હલચલ છે. વેક્સીનેશનની શરૂઆત થઇ ચૂકી છે. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી છે, તેની અસર ઘરેલૂ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની આશા ઓછી છે. આજે પેટ્રોલના ભાવ દિલ્હીમાં 25 પૈસા વધી ગયા છે. જ્યારે ડીઝલ 26 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. કારણ કે દિલ્હીમાં પેટ્રોલના ભાવ નવા રેકોર્ડબ્રેક મોંઘવારી પર પહોંચી ગયા છે. ડીઝલ પણ 76 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ચુક્યું છે. મુંબઇમાં પણ ડીઝલના ભાવ નવા રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર છે. આજે સતત બીજા દિવસે ડીઝલના ભાવ વધી ગયા છે. આ મહિને એટલે કે જાન્યુઆરીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધી 1.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર હતો, હવે આ 85.70 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આ પ્રકારે દિલ્હીમાં ડીઝલ જાન્યુઆરીમાં અત્યાર સુધી 2.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચુક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતો, જ્યારે આજે 75.88 લીટર છે.
આજથી ઠીક એક વર્ષ પહેલાં 23 જાન્યુઆરી, 2020ના રોજ પેટ્રોલના ભાવ 74.65 રૂપિયા પ્રતિ લીટર હતો, જો આજની તુલના કરીએ તો એક વર્ષમાં પેટ્રોલ 11.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. આ પ્રકારે આજથી વર્ષ પહેલાં 23 જાન્યુઆરી 2020ના રોજ ડીઝલના ભાવ 67.86 રૂપિયા હતા. આજે આ 8.02 રૂપિયા મોંઘું વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 85.70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. જ્યારે મુંબઇમાં ભાવ 92.28 રૂપિયા. કલકત્તામં 87.11 રૂપિયા અને ચેન્નઇમાં 88.29 રૂપિયા પ્રતિ લીટર છે. આ પ્રકારે ડીઝલના ભાવ દિલ્હીમાં 75.88 રૂપિયા, મુંબઇમાં 82.66 રૂપિયા, કલકત્તામાં 79.48 રૂપિયા અને ચેન્નઇમાં 81.14 પ્રતિ લીટર થઇ ગયો છે.