મોંઘવારી@દેશ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, રાજસ્થાનમાં 100.88 એ પહોંચ્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતમાં 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે એની વચ્ચે ખેડુતોની ટ્રેક્ટર રેલીમાં ઘર્ષણ પેદા થયુ છે. એવામાં લોકોને નારાજ કરે એવી બીજી ખબર મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે નવા લેવલ પર પહોંચી ગયા છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ 83.45 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચ્યુ છે. જ્યારે દિલ્હીમાં
 
મોંઘવારી@દેશ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, રાજસ્થાનમાં 100.88 એ પહોંચ્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે એની વચ્ચે ખેડુતોની ટ્રેક્ટર રેલીમાં ઘર્ષણ પેદા થયુ છે. એવામાં લોકોને નારાજ કરે એવી બીજી ખબર મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે નવા લેવલ પર પહોંચી ગયા છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ 83.45 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચ્યુ છે.  જ્યારે દિલ્હીમાં પેટ્રોલના 86.05 રૂપીયા થયા છે. આથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ  ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે મુંબઇમાં પેટ્રોલના ભાવ 92.62 રૂપિયા પ્રતી લીટર પહોંચ્યો છે. કોલકાતામાં ભાવ 87.45 રૂપિયા અને ચેન્નાઈમાં 88.60 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલ પણ અમદાવાદમાં 82.18 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે દિલ્હીમાં 76.23 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ લેવલ પર આવી ગયુ છે. તો મુંબઈમાં ડીઝલનો ભાવ 83.03 રૂપીયા થયો છે. ચેનાઈમાં 81.47 અને કોલકાતામાં 79.83 રૂપીયા ડીઝલ થયુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ હેરાન કરી નાંખે એવી માહિતી રાજેસ્થાનમાંથી આવી રહી છે જ્યાં શ્રીગંગાનગરમાં 100.88 રૂપીયા પ્રતિ લીટરે પેટ્રોલ પહોંચી ગયુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લગભગ 1 મહિના સુધી ભાવમાં સ્થિરતા હતી પરંતુ 6 જાન્યુઆરી બાદ કોરોના રસીકરણની ખબર બાદ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ પેટ્રોલ- ડીઝલની ખરીદી ડોલરમાં થાય છે. રૂપીયો સતત નબળો થતો હોવાથી તેની અસર પણ ભાવ ઉપર પડી રહી છે.