મોંઘવારી@દેશઃ સતત 13મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કડાકો

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો સતત 13મા દિવસે ચાલુ છે. આજે એકવાર ફરીથી તેલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના કિંમતમાં 0.56 રૂપિયાનો વધારો થયો છે. તો ડીઝલના ભાવમાં 0.63 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને બુધવારે 78.37 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ડીલઝના ભાવમાં પણ વધારો થયો
 
મોંઘવારી@દેશઃ સતત 13મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કડાકો

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો સતત 13મા દિવસે ચાલુ છે. આજે એકવાર ફરીથી તેલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના કિંમતમાં 0.56 રૂપિયાનો વધારો થયો છે. તો ડીઝલના ભાવમાં 0.63 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને બુધવારે 78.37 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ડીલઝના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલનો ભાવ 77.06 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચેન્નાઈમાં લોકોને એક લીટર પેટ્રોલ માટે 81.22 અને ડીઝલ માટે 74.77 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યાર કે કોલકાત્તામાં પેટ્રોલનો ભાવ 80.13 અને ડીઝલની કિંમત 72.53 રૂપિયા પર પહોંચી ગયો છે.મુંબઈમાં હવે પેટ્રોલનો ભાવ 85.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.53 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત 13 દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં ઉસાળો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના કિંમતમાં ઘટાડો આવ્યા છતાં ઘેરલુ માર્કેટમાં તેની કિંમત સતત વધી રહી છે. અત્યાર સુધી તેલની કિંમત ઘટીને 35 ડોલર પ્રતિ બેરલની આસપાસ થઈ રહ્યો છે. પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં તે હિસાબ ઘટાડો થયો નથી. તેની અસર એ છે કે, ગત 13 દિવસોમાં ડીઝલના કિંમતમાં 7.67 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આટલા દિવસોમાં પેટ્રોલનો ભાવ પણ 7.09 રૂપિયા પ્રતિ લીટર ચઢી ગયો છે.