મોંઘવારીઃ દિવાળી પહેલા ઇલેક્ટ્રોનિક અને કાપડ બજારનો માહોલ ફિક્કો પડ્યો

અટલ સમાચાર, ડેસ્ક દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે છતાં અમદાવાદના ઇલેક્ટ્રોનિક બજાર અને કાપડ બજારનો માહોલ ફિક્કો પડ્યો છે . આવા તહેવારના દિવસોમા ગ્રાહકોનો ધસારો હોવો જોઈએ તેની જગ્યાએ દુકાનોમાં જાણે કાગડા ઉડે છે. લગભગ તમામ વસ્તુઓમાં ઓનલાઇન ખરીદી વધતા બજારો પર અસર જોવા મળી છે. જેને કારણે દિવાળીના સમયે જ ઇલેક્ટ્રોનિક બજાર
 
મોંઘવારીઃ દિવાળી પહેલા ઇલેક્ટ્રોનિક અને કાપડ બજારનો માહોલ ફિક્કો પડ્યો

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે છતાં અમદાવાદના ઇલેક્ટ્રોનિક બજાર અને કાપડ બજારનો માહોલ ફિક્કો પડ્યો છે . આવા તહેવારના દિવસોમા ગ્રાહકોનો ધસારો હોવો જોઈએ તેની જગ્યાએ દુકાનોમાં જાણે કાગડા ઉડે છે. લગભગ તમામ વસ્તુઓમાં ઓનલાઇન ખરીદી વધતા બજારો પર અસર જોવા મળી છે. જેને કારણે દિવાળીના સમયે જ ઇલેક્ટ્રોનિક બજાર હોય કે કાપડ બજાર નો વેપાર 60% ઘટી ગયો છે. કોરોના બાદ લોકોમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધ્યો છે જેના કારણે હવે રિટેઇલ દુકાનદારો પાસે ગ્રાહક નથી આવી રહ્યો. આ વખતે ઓનલાઇન શોપિંગે વેપારીઓની દિવાળી બગાડી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિવાળી આવે અને લોકો ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા રીલીફ રોડ વિસ્તારમાં આવેલા સૌથી મોટા ઇલેક્ટ્રોનિક બજારમાં ઉમટી પડતા તે વાત હવે ભૂતકાળ થઇ ગઇ છે. જોકે, આ વર્ષે દિવાળી છતાં ઇલેક્ટ્રોનિક બજારનો માહોલ ફિક્કો પડ્યો છે. કોરોના બાદ લોકોમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધ્યો છે. જેના કારણે હવે રિટેઇલ દુકાનદારો પાસે ગ્રાહક નથી આવી રહ્યો. ઇલેક્ટ્રોનિક એસોસિએશનના પ્રમુખ મેઘરાજભાઈ ડોડવાની જણાવે છે કે, લગભગ 60થી 70% જેટલો ધંધો ઇલેક્ટ્રોનિક બજારનો ઘટી ગયો છે. જેથી વેપારીઓની હાલત દિવાળી હોવા છતાં કફોડી બની છે.મોંઘવારીનો માર પ્રજા પર તમામ પ્રકારે પડી રહ્યો છે જેની અસર માત્ર ઇલેક્ટ્રોનિક બજાર જ નહીં કાપડાના વેપારીઓ પર પણ જોવા મળી છે. ઓનલાઇન ખરીદીમાં છેતરપિંડીની શકયતાઓ વધારે છતાં લોકો બેફામ રીતે ઓનલાઇન પર ખરીદી કરી રહ્યા છે. જેને લઈ દિવાળીમાં પણ જોઈએ તેવી ઘરાકી નથી.

અંબિકા ગારમેન્ટના વેપારી ગિરીશભાઈ સોનીનું કેહવું છે કે, દિવાળી ના આડે ચાર પાંચ દિવસ અગાઉ ઘરાકી નીકળે તેવી આશા છે. સાડીના વેપારી સપનાબેન જણાવે છે કે, દિવાળીના કારણે માલનો સ્ટોક તો કરી દીધો પણ જોઈએ તેવી ઘરાકી નથી. એક સમયે ઇલેક્ટ્રોનિક બજાર દિવાળી સમયે ઝગમગતું રહેતું અને કપડા બજાર ગ્રાહકોથી ધમફમતું રહેતુ હતું પરંતુ આ વખતે ઓનલાઇન શોપિંગે વેપારીઓની દિવાળી બગાડી છે.