મોંઘવારીનો મારઃ 43.50 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો વિગતે

અટલ સમાચાર, ડેસ્ક ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે મોંઘાવારીનો મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 ઓક્ટોબર, 2021થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને (IOC) 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે. ત્યારબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામ
 
મોંઘવારીનો મારઃ 43.50 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો વિગતે

અટલ સમાચાર, ડેસ્ક

ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે મોંઘાવારીનો મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 ઓક્ટોબર, 2021થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં  વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને (IOC) 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં  43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે. ત્યારબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓઇલ કંપનીઓએ સામાન્ય ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો નથી કર્યો. તેના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા બરકરાર છે. નોંધનીય છે કે, ગત મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ઓઇલ કંપનીઓએ ગેસ સિલન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ કોઈ ફેરફાર વગર 884.50 રૂપિયા, કોલકાતામાં 911 રૂપિયા, મુંબઈમાં 884.50 રૂપિયા અને ચેન્નઇમાં 900.50 રૂપિયા છે.

સરકારી ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સૌથી વધુ ભાવવધારો દિલ્હીમાં 43.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં કિંમત વધીને હવે 1736.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેનો ભાવ 35 રૂપિયા વધીને 1805.50 રૂપિયા થઇ ગયો. મુંબઈમાં કિંમત 35.50 રૂપિયા વધીને 1685 રૂપિયા અને ચેન્નઈમાં 36.50 રૂપિયાના વધારા બાદ કિંમત 1867.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.