મોંઘવારીઃ પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 30 પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય ઓઇલ કંપનીઓએ આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં આજે 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 102.64 રૂપિયા અને ડીઝલ 91.07 રૂપિયા પ્રતિ
 
મોંઘવારીઃ પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 30 પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય ઓઇલ કંપનીઓએ આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં આજે 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 102.64 રૂપિયા અને ડીઝલ 91.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

ઇન્ટરનેશનલ સ્તરે કાચા તેલના ભાવ વધવાના કારણે દેશમાં ઈંધણની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ગત કેટલાક દિવસોમાં ભારત દ્વારા આયાત કરવામાં આવતા કાચા તેલનો સરેરાશ ભાવ 78 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. નોંધનીય છે કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટેક્સ તથા ટ્રાન્સપોર્ટેશનના કારણે અલગ-અલગ હોય છે. નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

>> દિલ્હી પેટ્રોલ 102.64 રૂપિયા અને ડીઝલ 91.07 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 108.67 રૂપિયા અને ડીઝલ 98.80 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 100.23 રૂપિયા અને ડીઝલ 95.59 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 103.36 રૂપિયા અને ડીઝલ 94.17 રૂપિયા પ્રતિ લીટર