મોંઘવારીઃ ફરી મોઘા થયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે કેટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવાર એટલે કે 6 ઓક્ટોબરે ફરીથી વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલ આજે સીધું 52 પૈસા મોંઘું થઈ ગયું છે, બીજી તરફ ડીઝલનો ભાવ 49 પૈસા પ્રતિ લીટર વધી ગયો
 
મોંઘવારીઃ ફરી મોઘા થયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે કેટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવાર એટલે કે 6 ઓક્ટોબરે ફરીથી વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલ આજે સીધું 52 પૈસા મોંઘું થઈ ગયું છે, બીજી તરફ ડીઝલનો ભાવ 49 પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. 24 સપ્ટેમ્બરગથી ફરી એક વાર ઈંધણના ભાવમાં વધારો (Fuel Rates Hike) થવાની શરૂઆત થઈ હતી. આજના વધારા બાદ દેશમાં ડીઝલની કિંમતોમાં 2.80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં 1.80 રૂપિયા પ્રતિ લીટરનો વૃદ્ધિ થઈ છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. સોમવારે જ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.

નોંધનીય છે કે, હાલમાં દેશના 26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, તેલંગાના, પંજાબ, સિક્કિમ, ઉડીસા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હી પેટ્રોલ 102.94 રૂપિયા અને ડીઝલ 91.42 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 108.96 રૂપિયા અને ડીઝલ 99.17 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 100.49 રૂપિયા અને ડીઝલ 95.93 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 103.65 રૂપિયા અને ડીઝલ 94.53 રૂપિયા પ્રતિ લીટર