મોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી

અટલ સમાચાર, ડેસ્ક
કોરોનાના સંકટમાં સામાન્ય માણસોની મુશ્કેલીઓ રોજેરોજ વધતી જઈ રહી છે. એક તરફ બે મહિનાથી શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે, તો બીજી તરફ હવે દાળોના ભાવ પણ વધવા લાગ્યા છે. દિલ્હી સહિત મોટા શહેરોમાં દાળોના ભાવ 15થી 20 રૂપિયા સુધી વધી ચૂક્યા છે. ગયા વર્ષે આ અવધિમાં ચણા દાળના ભાવ 70-80 રૂપિયા પ્રતિ કિલો હતો પરંતુ આ વખતે તે 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તુવેર દાળ 115 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વેપારીઓની માંગ છે કે સરકારી એજન્સી નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નેફેડ)ને સપ્લાય વધારવા માટે પોતાનો સ્ટોક રિલીઝ કરવો જોઈએ . સપ્લાયમાં ઘટાડો આવ્યો છે. જ્યારે ડિમાન્ડ સતત વધી રહી છે. તેથી વેપારીઓએ 2020-21 માટે આયાત કોટાની માંગ કરી છે. જોકે, સરકારનું માનવું છે કે આપૂર્તિની સ્થિતિ ઠીકઠાક છે અને આગામી ત્રણ મહિનામાં ખરીફ સીઝનના પાક બજારમાં આવવાની શરૂઆત થઈ જશે.
નોંધનીય છે કે, હાલમાં કૃષિ કમિશ્નર એસકે મલ્હોત્રાએ ઈન્ડિયન પલ્સિસ એન્ડ ગ્રેન્સ એસોસિએશન (આઈપીજીએ) દ્વારા આયોજીત એક વેબિનારમાં જણાવ્યું હતું કે ભારતને આશા છે કે ખરીફ સીઝનમાં દાળોનું કુલ ઉત્પાદન 93 લાખ ટન હશે. તુવેરનું ઉત્પાદન ગયા વર્ષના 38.3 લાખ ટનની સામે આવ વર્ષે વધીને 40 લાખ ટન થવાની આશા છે. તહેવારની સીઝનની માંગના કારણે દાળોના ભાવમાં તેજી આવી છે. વેપારીઓને ડર છે કે કર્ણાટકમાં તુવેરના પાકને વધુ વરસાદથી નુકસાન થશે. ઉપજમાં 10%નું નુકસાન થઈ શકે છે. આશા છે કે જ્યાં સુધી નવો પાક નહીં આવે, ત્યાં સુધી ભાવો મજબૂત રહેશે.