મોંઘવારીઃ 19 જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો તોતિંગ વધારો

અટલ સમાચાર, ડેસ્ક પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે કાબૂ બહાર ગઈ છે. અનેક રાજ્યોમાં તે રેકોર્ડ લેવલ પર પહોંચી ચૂકી છે. દિલ્હીમાં પણ પેટ્રોલનો ભાવ 85 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. જ્યારે કે, ડીઝલની કિંમત પણ 75 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 92 રૂપિયા થઈ ગયા છે. અટલ સમાચાર
 
મોંઘવારીઃ 19 જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો તોતિંગ વધારો

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે કાબૂ બહાર ગઈ છે. અનેક રાજ્યોમાં તે રેકોર્ડ લેવલ પર પહોંચી ચૂકી છે. દિલ્હીમાં પણ પેટ્રોલનો ભાવ 85 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. જ્યારે કે, ડીઝલની કિંમત પણ 75 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 92 રૂપિયા થઈ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજના ડીઝલના ભાવમાં 24 થી 25 પૈસાનો વધારો થયો છે, તો પેટ્રોલના ભાવમાં પણ 22 થી 25 પૈસાનો વધારો થયો છે. આ મહિનાના જાન્યુઆરીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધી 1.49 રૂપિયા સુધી વધી ચૂક્યો છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર હતો, જ્યારે કે આજે 85.20 રૂપિયા થઈ ગયો છે. આ રીતે દિલ્હીમાં ડીઝલ જાન્યુઆરીથી અત્યાર સુધી 1.51 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે.

1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતું, જ્યારે કે આજનો ભાવ 75.38 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલની કિંમત તમે પણ SMS ના માધ્યમથી જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને આ સુવિધા આપે છે કે, તમે તમારા મોબાઈલમાં RSP અને શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલી આપો. તમારા મોબાઈલ નંબર પર તરત તમારા શહેરનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ અલગ હોય છે, તમને IOC તેની વેબસાઈટ પર પણ આપી શકશે. રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમા એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો એડ કર્યા બાદ તેનો ભાવ લગભગ ડબલ થઈ જાય છે.