મોંઘવારીઃ ટામેટા સહિત શાકભાજીનાં ભાવ આસમાને જતાં ગૃહિણીઓમાં ચિંતા

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાને કારણે સામાન્ય લોકોની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે શાકભાજીની મોંઘવારીને કારણે રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રોજબરોજમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી શાકભાજીમાં બટાકા, ડુંગળી અને ટામેટાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાના ભાવ તો 100 રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યાનુંસાર સોમવારે
 
મોંઘવારીઃ ટામેટા સહિત શાકભાજીનાં ભાવ આસમાને જતાં ગૃહિણીઓમાં ચિંતા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાને કારણે સામાન્ય લોકોની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે શાકભાજીની મોંઘવારીને કારણે રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રોજબરોજમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી શાકભાજીમાં બટાકા, ડુંગળી અને ટામેટાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાના ભાવ તો 100 રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યાનુંસાર સોમવારે કોલકત્તામાં ટામેટાનો રિટેલ ભાવ 100 રુપિયા પ્રતિ કિલો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અન્ય શહેરોની વાત કરીએ તો ત્યાં ટામેટાની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યાનુંસાર સોમવારે દિલ્હીના ભાવમાં 63 રુપિયા કિલો, મુંબઈ અને પટનામાં 65 રુપિયા પ્રતિ કિલો, લખનૌમાં 70 રુપિયા પ્રતિ કિલો અને ગુરુગ્રામ, શિમલા તથા લુધિયાણામાં 60 રુપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

ફક્ત ટામેટા જ નહીં પરંતુ બટાકા અને ડુંગળીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. બટાકાની વાત કરીએ તો મોટા ભાગની જગ્યાઓ પર ભાવ 35-40 રુપિયા છે અને કેટલીક જગ્યાઓ પર ભાવ 45 રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યાનુંસાર સોમવારે દિલ્હીમાં બટાકાનો રિટેલ ભાવ 37 રુપિયા પ્રતિ કિલો, ગુરુગ્રામમાં 35 રુ, શિમલામાં 45 રુ, લુધિયાણામાં 40 રુ, મુંબઈમાં 44 રુ, પટનામાં 36 રુ અને કોલકત્તામાં 32 રુ. પ્રતિ કિલો નોંધાયો છે.