મોંઘવારીઃ કમોસમી વરસાદથી શાકભાજીના ભાવ આસમાને, ગૃહણીઓનું બજેટ ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક એક તરફ રાજ્યની પ્રજા જ્યાં ‘મહા’ વાવાઝોડાને લઇને કમરી વળી નથી ત્યાં બીજી તરફ કમોસમી વરસાદના કારણે વેપારીઓ દ્વારા શાકભાજીમાં ભાવ વધારો કરાતાં રાજ્યની ગૃહણીઓને રડાવ્યાં છે. આમ શાકભાજીના વધારાને લઇને ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ લીલા શાકભાજીના ભાવમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં
 
મોંઘવારીઃ કમોસમી વરસાદથી શાકભાજીના ભાવ આસમાને, ગૃહણીઓનું બજેટ ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક

એક તરફ રાજ્યની પ્રજા જ્યાં ‘મહા’ વાવાઝોડાને લઇને કમરી વળી નથી ત્યાં બીજી તરફ કમોસમી વરસાદના કારણે વેપારીઓ દ્વારા શાકભાજીમાં ભાવ વધારો કરાતાં રાજ્યની ગૃહણીઓને રડાવ્યાં છે. આમ શાકભાજીના વધારાને લઇને ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે.

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ લીલા શાકભાજીના ભાવમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં કોબી, ફલાવર, ભીંડા, ગવાર, ગલકા, તુરિયા, કારેલાના ભાવ આસમાને પહોંચ્યાં છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શાકભાજીમાં કોબી-ફલાવર 60થી 80 રૂપિયે કિલો, જ્યારે વડોદરા-રાજકોમાંટ કોબીના ભાવ કિલોના 60 રૂપિયા થઇ ગયા છે.

જ્યારે ભીંડા, ગવાર, ગલકા, તુરિયા અને કારેલાના ભાવમાં પણ વધારો થયો છે. મોટા શહેરોમાં ગલકા, તુરિયા, કારેલાનો ભાવ 60 થી 100 રૂપિયા થયો છે. જ્યારે ભીંડા અને ગવારના ભાવ 60 થી 70 રૂપિયા પહોંચ્યાં છે. જ્યારે કોથમીર અને આદુ 200 રૂપિયે કિલો થઇ ગયો છે. જ્યારે રિંગણ અને ટામેટા પણ 60 થી 80 રૂપિયે કિલો પહોંચ્યાં છે.