હૈદરાબાદ ગેંગરેપ કાંડના આરોપીઓને જાહેરમાં સજા આપો : સાંસદ જયા બચ્ચન

અટલ સમાચાર ડેસ્ક હૈદરાબાદમાં વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કરી તેને સળગાવીને હત્યા કરી દેવાતા સમગ્ર દેશમાં રોષ પ્રસર્યો છે. અને નરાધમ આરોપીઓને વહેલી તકે સજા આપવા ઉગ્ર માંગ ઉઠી રહી છે. આ મામલો સોમવારે સંસદમાં ગુજ્યો છે. લોકસભામાં સ્પીકર ઓમ બિરલા (Om Birla)એ કહ્યુ કે, દેશમાં જે ઘટનાઓ બની રહી છે, તેની પર સંસદ પણ ચિંતિત
 
હૈદરાબાદ ગેંગરેપ કાંડના આરોપીઓને જાહેરમાં સજા આપો : સાંસદ જયા બચ્ચન

અટલ સમાચાર ડેસ્ક

હૈદરાબાદમાં વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કરી તેને સળગાવીને હત્યા કરી દેવાતા સમગ્ર દેશમાં રોષ પ્રસર્યો છે. અને નરાધમ આરોપીઓને વહેલી તકે સજા આપવા ઉગ્ર માંગ ઉઠી રહી છે. આ મામલો સોમવારે સંસદમાં ગુજ્યો છે. લોકસભામાં સ્પીકર ઓમ બિરલા (Om Birla)એ કહ્યુ કે, દેશમાં જે ઘટનાઓ બની રહી છે, તેની પર સંસદ પણ ચિંતિત છે. મેં પ્રશ્ન કાળ બાદ તેની પર ચર્ચાની મંજૂરી આપી છે. બીજી તરફ, રાજ્યસભામાં જયા બચ્ચનને દુષ્કર્મના દોષિતોને સાર્વજનિક સજા આપવાની માંગણી કરી હતી. સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan)એ કહ્યું કે, મને લાગે છે કે આ સમય છે જ્યારે લોકો ઈચ્છે છે
કે સરકાર યોગ્ય અને મજૂબત જવાબ આપે. તેઓએ કહ્યું કે, બળાત્કારના આરોપીને સાર્વજનિક રીતે સજા આપવાની જરૂર છે.
ગૃહમાં કૉંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ આ મુદ્દો ઉઠાવ્યો. કૉંગ્રેસ (Congress) નેતા ગુલાબ નબી આઝાદ એ કહ્યુ કે, કોઈ પણ સરકાર કે નેતા નથી ઈચ્છતા કે આવી ઘટના તેમના રાજ્યમાં બને. આ સમસ્યા માત્ર કાયદો બનાવવાની નહીં ઉકેલાય. આવા કૃત્યોને દૂર કરવા માટે આવા અપરાધોની વિરુદ્ધ એક સાથે ઊભા રહેવાની જરૂર છે.

AIADMKની રાજ્યસભા સાંસદ વિજિલા સત્યનાથ (Vijila Sathyananth)એ કહ્યું કે, દેશ બાળકો અને મહિલાઓ માટે સુરક્ષિત નથી. આ અપરાધને અંજામ આપનાા ચાર લોકોને 31 ડિસેમ્બર પહેલા
મોતની સજા આપવી જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપની કરવી જોઈએ. ન્યાયમાં વિલંબ ન્યાય ન કરવા બરાબર હોય છે.