આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (ભીખાભાઇ પરમાર)

આજે સુર્યગ્રહણની શરૂઆતથી અને અંત સુધી અસર જોવા મળે છે ત્યારે જ્યોતિષની દ્રષ્ટીએ કઇ રાશિના જાતકોને અસર કરશે તે અંગે અને તેના ફળની જાણકારી જ્યોતિષજ્ઞ આપતાં હોય છે તેમ આજે થયેલા સુર્યગ્રહણ નિમિત્તે રણુજ ગામના ત્રિવેદી પરિવારના સભ્યોએ આ અંગે વિશેષ માહિતી આપી હતી. જેમાં વૃશ્રીક રાશિ, કન્યા રાશિ અને ધન રાશિના જાતકોને તેમજ મહિલાઓ અને બાળકોને ફળદાયી નીવડશે તેવું જણાવ્યું છે. એટલે કે ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટીએ સુર્યગ્રહણ અસરકારક ગણાવ્યુ હતું.

આજે 2019નું છેલ્લું સુર્યગ્રહણ હતું જેમાં આ રાશિના જાતકો ઉપર થતી અસર ઉપરાંત ધાર્મિકતાની રીતે પણ ગ્રહણને ધ્યાનમાં લઇને ઘરની ખાણીપીણી અને મંદિરોમાં તેની અસરો થતી હોવાથી તેના નિરાકરણ માટે દાભડો પવિત્રતા જાળવવા મુકવાની જુની પુરાણી રૂઢી મુજબ લોકો તે પ્રણાલીને અપનાવતા હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ અંગે મળેલ જાણકારી મુજબ ગ્રહણના સમયે મંદિરોમાં પૂજા આરતી કરવામાં આવતી નથી તેમજ ગ્રહણનું સુતક લાગતું હોવાનું પણ જ્યોતિષઓનું માનવું છે. જેથી કરીને રણુજ ગામનામંદિરોમાં પણ ગ્રહણ સમય દરમિયાન પૂજાવિધી બંધ કરી હતી. જેમાં ધાર્મિક વલણ જોવા મળ્યું હતું. આ અંગેની વિસ્તૃત માહિતી રણુજ ગામના ગૌરી શંકર ત્રિવેદી પરિવારે આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code