File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ડીસા રોડ પર માનસિક વિકલાંગ મહિલા છેલ્લા કેટલાય વર્ષો થી આશ્રય લઈ રહી હતી. માનસિક વિકલાંગ મહિલાનો એકલતાનો લાભ લઈ કેટલાક વિકૃત્ત માનસિકતાથી પીડતા નરાધમોએ હવસનો શિકાર બનાવી ત્રણ-ત્રણ વાર ગર્ભવતી બનાવી હોવાનો બનાવ સામે આવ્યો છે.

સમગ્ર મામલો પાલનપુર સાયન્સ કોલેજના પ્રો. કે.સી પટેલ ના ધ્યાને આવતા તેમણે તપાસ કરતા પ્રસુતિ સમયે માનસિક વિકલાંગ મહિલા કેટલાક દિવસો ગાયબ થઈ ગયા પછી ચોક્કસ સમય પછી મહિલા બાળક વગર પરત તે સ્થળે આશ્રય મેળવતી હતી. જોકે ગર્ભવતી માનસિક મહિલાના ત્રણ બાળકો અવતર્યા પછી ક્યાં ગયા સહિતના પ્રશ્નો મન માં ઉભા થયા છે. હાલ તો માનસિક વિકલાંગ મહિલાને આ નરાધમોથી બચાવવા ૧૮૧ અભયમની મદદ લઈ અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે માનસિક વિકલાંગ મહિલાઓ માટેના આશ્રયસ્થાન જય અંબે મહિલા મંદ બુદ્ધિ આશ્રમમાં ખસેડવામાં આવી છે.

પાલનુપરથી અભયમ્ ૧૮૧ મારફતે માનસિક વિકલાંગ મહિલાને બાયડના મંદબુદ્ધિ આશ્રામમાં ખસેડવામાં આવી હતી. માનસિક વિકલાંગ મહિલાને નરાધમોએ ૩ થી વધુ વખત ગર્ભવતી બનાવી પરંતુ તેના દ્વારા અવતરેલાં સંતાનો ગાયબ થઈ ગયાં..!! અંગે અનેક રહસ્યો સર્જાયા છે પ્રોફેસર ર્ડા.કે.સી.પટેલની સજાગતાથી માનસિક વિકલાંગ મહિલા ફરી એકવાર નરાધમોના હાથે પીંખાતાં બચી ગઈ હતી.

બાયડ શહેરમાં છેલ્લા બે વર્ષથી માનવતાની મહેક બનેલા જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમમાં બુધવારે પાલનપુર થી ૧૮૧ અભયમ મારફતે લવાયેલી માનસિક વિકલાંગ મહિલા સાથે ભૂતકાળમાં બનેલી અત્યાચારની ઘટનાઓના પગલે આશ્રમના સંચાલકોએ મહિલાને વાત્રક હોસ્પિટલમાં શારીરિક પરીક્ષણ માટે લઈ જવાઈ હતી. ફરજ પરના સ્ત્રી રોગ નિષ્ણાતે મહિલાના ગર્ભાશયને ભારે નુકશાન થયું હોવાથી ઓપરેશન કરવાનું જણાવતા આશ્રમના સંચાલકોએ ઓપરેશન કરવા તૈયારીઓ હાથધરી મહિલાને તંદુરસ્ત કરવા દ્રઢ નિશ્ચય કર્યો હતો. મહિલાને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હોવાનું આશ્રમના ટ્રસ્ટી અશોકભાઈ જૈને જણાવ્યું હતું.

પાલનપુર સાયન્સ કોલેજના પ્રોફેસર ર્ડા.કે.સી.પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મહિલા જયારે બીજીવાર ગર્ભવતી હતી ત્યારે, તેની એક લઘુમતી મિત્ર સાથે મળી પાલનપુરના સ્ત્રી રોગ નિષ્ણાત તબીબને ત્યાં સોનોગ્રાફી કરાવી હતી. જેમાં મહિલા અને ગર્ભમાં રહેલ બાળક બંને સ્વસ્થ હતા.

પ્રસુતિના છેલ્લા દિવસોમાં આ મહિલા અચાનક કોઈ ઉઠાવી જતા અને પ્રસુતિના સમયગાળાના દોઢ મહિના પછી માનસિક વિકલાંગ મહિલા બાળક વગર પરત ફરતા તેમને આશંકા વ્યક્ત કરી હતી કે, ચોક્કસ ટોળકી દ્વારા મહિલા સાથે અપકૃત્ય કરી મહિલા દ્વારા જન્મ થતા બાળકોને વેચી મારી બાળ તસ્કરીનું કૌભાંડ ચાલી રહ્યું હોય તો નવાઈ નહિ..? રાજ્ય સરકાર-ગૃહ વિભાગ દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ થાય તો માનસિક વિકલાંગ મહિલાને ગર્ભવતી બનાવી તેના થાકી જન્મેલાં સંતાનો વેચી મારવાનું બાળ તસ્કરીનું મસમોટું રેકેટ બહાર આવવાની શક્યતાઓ પુરેપુરી રહેલી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code