પહેલ@હિંમતનગર: કોરોના રસી લેનારા પરિવારને પંચાયત વેરામાં મળશે છૂટ: સરપંચ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર કોરોના કહેર વચ્ચે હિંમતનગર તાલુકાના એક ગામના સરપંચે આવકારદાયક નિર્ણય કર્યો છે. કોરોના સામેની જંગમાં મહત્વનું હથિયાર વૅક્સિનેશન અભિયાન મુખ્ય છે, ત્યારે લોકો કોરોના વિરોધી રસી લેવા માટે આગળ આવે તે માટે સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામના સરપંચે અનોખી પહેલ શરૂ કરી છે. સરપંચના આ નિર્ણયનો હેતું ગામમાં વસતા પરિવારના તમામ
 
પહેલ@હિંમતનગર: કોરોના રસી લેનારા પરિવારને પંચાયત વેરામાં મળશે છૂટ: સરપંચ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

કોરોના કહેર વચ્ચે હિંમતનગર તાલુકાના એક ગામના સરપંચે આવકારદાયક નિર્ણય કર્યો છે. કોરોના સામેની જંગમાં મહત્વનું હથિયાર વૅક્સિનેશન અભિયાન મુખ્ય છે, ત્યારે લોકો કોરોના વિરોધી રસી લેવા માટે આગળ આવે તે માટે સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામના સરપંચે અનોખી પહેલ શરૂ કરી છે. સરપંચના આ નિર્ણયનો હેતું ગામમાં વસતા પરિવારના તમામ સભ્યો પોતાનું રસીકરણ કરાવે તેવો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામના સરપંચે કોરોના વિરોધી રસી લેનારા માટે મોટો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ગામમાં કોરોના વિરોધી રસી લેનારાના પરિવારને ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવતા વેરામાં રાહત આપવામાં આવી છે. આવા પરિવારોને પંચાયત દ્વારા વસૂલવામાં આવતા ટેક્સમાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ નિર્ણયના પગલે ગામમાં મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે આગળ આવ્યાં છે. એમાંય ગામના 45થી વધુ વયના મોટાભાગના લોકો કોરોના વિરોધી રસી લઈ પણ લીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગ્રામજનો દ્વારા પર સરપંચના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. આટલું જ નહીં અત્યાર સુધી 10 ટકા જેટલા પરિવારોને ટેક્સમાં રાહત પણ મળી ચૂકી છે. જણાવી દઈએ કે, સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણની રફ્તાર બેકાબૂ બની છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 151 નવા કેસ સામે આવ્યાં છે, જ્યારે વધુ 4 દર્દીઓના મોત નીપજ્યાં છે. નવા કેસ ઉમેરાવાની સાથે જ જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 4,656 પર પહોંચી ચૂક્યો છે.