પહેલ@નર્મદા: લોકડાઉનમાં ટોળું ભેગું થાય તો પોલીસને કરો વોટ્સએપ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને લઇ લૉકડાઉન વચ્ચે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા તરફથી જાહેર જનતા જાગૃત બને અને ભીડ ભેગી ન કરે તે અંગે 144ની કલમ પણ લાગુ છે. છતાં પણ ઘણી વ્યક્તિઓ પોતાની મનમાની કરી જાહેર રસ્તાઓ, સોસાયટી, શેરીઓમાં ટોળુ ભેગુ કરીને બેઠા હોય છે. જેથી નર્મદા પોલીસે સતર્કતા જાળવીને એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.
 
પહેલ@નર્મદા: લોકડાઉનમાં ટોળું ભેગું થાય તો પોલીસને કરો વોટ્સએપ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને લઇ લૉકડાઉન વચ્ચે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા તરફથી જાહેર જનતા જાગૃત બને અને ભીડ ભેગી ન કરે તે અંગે 144ની કલમ પણ લાગુ છે. છતાં પણ ઘણી વ્યક્તિઓ પોતાની મનમાની કરી જાહેર રસ્તાઓ, સોસાયટી, શેરીઓમાં ટોળુ ભેગુ કરીને બેઠા હોય છે. જેથી નર્મદા પોલીસે સતર્કતા જાળવીને એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. નર્મદા પોલીસ તરફથી ખાસ પહેલ કરી એક વોટ્સએપ નંબર 6359629563 જાહેર કરી જનતાને અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે જો કોઈ 144ની કલામનો ભંગ થતો હોય તો આ નંબર પર વોટ્સએપ કરશે તો કાયદેસરનાં પગલાં ભરાશે. ત્યારે આ નંબરને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા આ જાહેર અપીલ બાબતે લોકોમાં જાગૃતિ આવી રહી છે અને લોકોના મેસેજ પણ આવે છે. ટોળે વળી બેસતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જેને માટે ખાસ જિલ્લા કન્ટ્રોલ રૂમમાં જિલ્લા પોલીસ વડા જાતે જ ખાસ નિરીક્ષણ પણ કરી રહ્યા છે. જાહેરનામાના ભંગ બદલના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા નર્મદા પોલીસ દ્વારા જિલ્લાનાં અલગ-અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખી લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે 25 માર્ચ 20થી અત્યાર સુધી 121 કેસો કરી 314 ઇસમોની અટક કરી છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. તેમજ લૉકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતાં 454 વાહનો ડીટેઇન કરી કુલ અત્યાર સુધી પોલીસે 81,500નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.