પહેલ@વડગામ: પંચાયત દ્વારા ગામમાં 101 વડ ઉછેરવા સંકલ્પ લેવાયો

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી) બનાસકાંઠા જિલ્લામાં અપુરતા વરસાદ તથા ગ્લોબલ વોર્નિગ ની અસરોથી બચવા માટે વૃક્ષ ઉછેરવા એક ઉપાય છે. અસહ્ય ગરમીના પ્રકોપથી બચવા અને ચોમાસામાં વરસાદ માટે વૃક્ષ ફરજીયાત બની રહ્યું છે. ત્યારે વડગામ સરપંચ દ્વારા વૃક્ષ વાવવાની પહેલ કરી વડ વાવવાનું શરૂ કરાયું છે. વડગામ ખાતે કોઇ પણ વ્યક્તિએ વડ વાવીને તેનો ઉછેર
 
પહેલ@વડગામ: પંચાયત દ્વારા ગામમાં 101 વડ ઉછેરવા સંકલ્પ લેવાયો

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી)

બનાસકાંઠા જિલ્લામાં અપુરતા વરસાદ તથા ગ્લોબલ વોર્નિગ ની અસરોથી બચવા માટે વૃક્ષ ઉછેરવા એક ઉપાય છે. અસહ્ય ગરમીના પ્રકોપથી બચવા અને ચોમાસામાં વરસાદ માટે વૃક્ષ ફરજીયાત બની રહ્યું છે. ત્યારે વડગામ સરપંચ દ્વારા વૃક્ષ વાવવાની પહેલ કરી વડ વાવવાનું શરૂ કરાયું છે.

વડગામ ખાતે કોઇ પણ વ્યક્તિએ વડ વાવીને તેનો ઉછેર કરવો હોય તો વડગામ ગ્રામ પંચાયત ખાતેથી વડના છોડ લઇ જવા સરપંચ દ્વારા જણાવાયું છે. વડગામ પંચાયતના તલાટી એમ.કે.આસેડીયા, ક્લાર્ક ભરતભાઇ, લાલાભાઇ સહીત પંચાયત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.