નવતર પ્રયોગ@મહેસાણાઃ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઘરઆંગણે જ અરજદારોને ન્યાય મળ્યો

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલો પક્ષકારોની હાજરીમાં હાથ પર લેવામાં આવી હતી. આયોગ સમક્ષની મહેસાણા જિલ્લાની દ્વિતીય અપીલો ખુબ જ છણાવટ પૂર્વક અને બારીકાઈથી વિડિઓ કોન્ફરન્સના માઘ્યમથી ચલાવવામાં આવી હતી. જિલ્લાના તમામ માહિતી અધિકારીઓને
 
નવતર પ્રયોગ@મહેસાણાઃ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઘરઆંગણે જ અરજદારોને ન્યાય મળ્યો

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલો પક્ષકારોની હાજરીમાં હાથ પર લેવામાં આવી હતી. આયોગ સમક્ષની મહેસાણા જિલ્લાની દ્વિતીય અપીલો ખુબ જ છણાવટ પૂર્વક અને બારીકાઈથી વિડિઓ કોન્ફરન્સના માઘ્યમથી ચલાવવામાં આવી હતી.

જિલ્લાના તમામ માહિતી અધિકારીઓને કાયદાની ગંભીરતા દાખવવા સુચન કર્યુંઃ અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડે અધ્યક્ષતા કરીનવતર પ્રયોગ@મહેસાણાઃ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઘરઆંગણે જ અરજદારોને ન્યાય મળ્યો

મોટા ભાગની અપીલોમાં આયોગે તટસ્થ વલણ અખત્યાર કર્યું હતું. કોઈ એક અપીલમાં કમિશ્નરે પ્રથમ અપીલ અધિકારીની અરજદાર પ્રત્યેની નિષ્કાળજીની નોંધ લઈ રૂપિયા 2500/-નો દંડ ફટકાર્યો હતો. આયોગની દંડકીય કાર્યવાહીથી બચવા તમામ જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલીય અધિકારીઓને તેમની તાબાની કચેરીઓનું દફતર અદ્યતન અને વર્ગીકૃત રહેવા જણાવવામાં આવ્યું હતું. તમામ જાહેર માહિતી અધિકારીઓને માહિતી અધિકારના કાયદાની ગંભીરતા અને અસરકારકતાની જાણકારી આપી હતી. તેમણે આ કાયદાના અમલથી વહીવટી તંત્રમાં પારદર્શકતા આવી હોવાનું જણાવી તેની સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને સુચારુ તાલીમ આપવા જીલ્લા વહીવટી તંત્રને સૂચના આપી તેમના દફ્તરનું દર ત્રણ માસે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું.

અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ઉપસ્થિત રહેલ સંબંધિત અધિકારીઓને રાજ્યના મુખ્ય માહિતી કમિશનર આર.આર.વરસાણીએ માર્ગદર્શન આપતા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી મહેસાણા જિલ્લાના અપીલકર્તાઓની અપીલ હાથ પર લીધી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે, પક્ષકારો, અરજદારો, અધિકારીઓ, કર્મચારીઓને માહિતી અધિકાર અધિનિયમની અમલવારી સારું રાજ્ય માહિતી કમિશનર કચેરી ગાંધીનગર સુધીના ધક્કામાંથી મુક્તિ મળે, આર્થિક ખર્ચનું ભારણ ઘટે, અરજદારને ઘર આંગણે જિલ્લા મથકે જ આયોગ સમક્ષ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી ન્યાય સાથે માહિતી પુરી પાડવામાં આવશે.

જેમાં મોટા ભાગની અપીલો અરજદારોની સંતોષજનક સહમતીથી નિકાલ કરવામાં આવી હતી. અરજદારોએ રાજય માહિતી આયોગના વીડીયો કોન્ફરન્સના માધ્યમથી અરજદારોને ઘર આંગણે જિલ્લા મથકે સાંભળવાના અને માહિતી અધિનિયમની અમલવારી કરાવવાના સરાહનીય પ્રયાસને આવકારી બીરદાવ્યા હતા. માહિતી આયોગનો અરજદારને ન્યાય આપવાની નેમને સાચા અર્થમાં સરકારે ઘર આંગણે આવી પ્રજાની દરકાર લીધી હોય એવો અહેસાસ થયો હતો.