તપાસ@સમી: ઈજનેરે બનાવેલ નાળું તૂટ્યું, 1 લાખથી વધુની નાણાંકીય ગેરરીતિ

અટલ સમાચાર, પાટણ સમી તાલુકાના ગામે નાળું ચોમાસામાં ધોવાઇ જતાં ભ્રષ્ટાચારની રજૂઆત થઈ હતી. તપાસમાં ઈજનેરે ગુણવત્તા સામે બેદરકારી રાખી હોઇ 1લાખથી વધુની નાણાંકીય ગેરરીતિ સ્પષ્ટ થઈ હતી. આથી કાર્યપાલક ઇજનેર દ્વારા ત્રણ વાર કારણદર્શક નોટીસ ફટકારી હોવાનું સામે આવ્યું છે. જોકે મદદનીશ ઇજનેરે જવાબમાં વિગતો માંગતા ચોંકાવનારી સ્થિતિ બની છે. આથી ખુલાસો પૂછી ગેરરીતિની
 
તપાસ@સમી: ઈજનેરે બનાવેલ નાળું તૂટ્યું, 1 લાખથી વધુની નાણાંકીય ગેરરીતિ

અટલ સમાચાર, પાટણ

સમી તાલુકાના ગામે નાળું ચોમાસામાં ધોવાઇ જતાં ભ્રષ્ટાચારની રજૂઆત થઈ હતી. તપાસમાં ઈજનેરે ગુણવત્તા સામે બેદરકારી રાખી હોઇ 1લાખથી વધુની નાણાંકીય ગેરરીતિ સ્પષ્ટ થઈ હતી. આથી કાર્યપાલક ઇજનેર દ્વારા ત્રણ વાર કારણદર્શક નોટીસ ફટકારી હોવાનું સામે આવ્યું છે. જોકે મદદનીશ ઇજનેરે જવાબમાં વિગતો માંગતા ચોંકાવનારી સ્થિતિ બની છે. આથી ખુલાસો પૂછી ગેરરીતિની રકમ ભરવા આદેશ થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સમી તાલુકાના તત્કાલીન અધિક મદદનીશ ઇજનેરની ભૂમિકા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તત્કાલીન ઇજનેર બી.બી રબારીએ મુબારકપુરા ગામે નાળું બનાવ્યું હતું. સરેરાશ 3 લાખથી વધુ રકમના ખર્ચે ગ્રામ પંચાયતને કામ આપ્યું હતું. જેમાં પ્રથમ ચોમાસે નાળું અત્યંત જર્જરિત બની જતાં ભ્રષ્ટાચારની રજૂઆત થઈ હતી. આથી જિલ્લા પંચાયતે સિંચાઇ શાખાના અધિકારી શ્રોફને તપાસ માટે આદેશ કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસમાં ઈજનેર બી.બી રબારીની જવાબદારી ફિક્સ કરી 1 લાખથી વધુની રકમ ભરાવવા અભિપ્રાય આપ્યો હતો. આથી જિલ્લા પંચાયતની બાંધકામ શાખાએ છેલ્લા 4 મહિનામાં ત્રણવાર કારણદર્શક નોટીસ ફટકારી છે. જોકે જવાબ આપવાને બદલે ઈજનેર રબારીએ કામ સંબંધિત વિગતો માંગતા હડકંપ મચી ગયો છે. છેલ્લા 5 મહિનાથી રજૂ કરેલ નાણાંકીય ગેરરીતિનો રિપોર્ટ હજુસુધી નિર્ણય ઉપર આવી શક્યો નથી.

હવે રૂબરૂ હાજર થવા માટે બોલાવીશું

આ અંગે કાર્યપાલક ઇજનેર અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, ત્રણ વખત કારણદર્શક નોટીસ આપી છે. જેમાં વિગતો માંગી રહ્યા છે. જોકે કામની વિગતો તાલુકા પંચાયત પાસે માંગવી જોઈએ. આથી હવે રૂબરૂ હાજર થવા જણાવીશું.

તત્કાલીન ટીડીઓની તપાસમાં ક્લીન ચીટ

સમગ્ર કામે વહીવટી બાબતો ખૂબ જ ચોંકાવી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સિંચાઇ શાખાના અધિકારીની તપાસ અગાઉ સમીના તત્કાલીન ટીડીઓ દિનેશ પટેલે પણ નાળાંમાં ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી હતી. જેમાં તત્કાલીન ઇજનેર રબારીને ક્લીન ચીટ મળી હતી. આવી સ્થિતિમાં એક જ વિષય ઉપર બે અધિકારીનો તપાસ રિપોર્ટ વિરોધી બની ગયો છે.

ચોમાસાના પૂરને કારણે માટી ધોવાઈ ગઈ હતી

આ અંગે સમી તાલુકાના તત્કાલીન ઈજનેર અને હાલ પાટણ તાલુકા પંચાયતમાં અ.મ.ઇ રબારીએ જણાવ્યું હતું કે, કોઇ ભ્રષ્ટાચાર થયો નથી. ચોમાસામાં પૂરને કારણે નાળાં નીચેથી માટી ધોવાઇ ગઇ હતી. આથી નાળું નબળું પડ્યું હતું. મેં મારો જવાબ રજૂ કરી દીધો છે.