સુચના@બનાસકાંઠા: વિદ્યાર્થીઓને તીડ નિયંત્રણના પાઠ ભણાવવા શિક્ષકોને આદેશ

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લામાં તીડનો હાહાકાર ખેડૂતો સહિત સરકારી મશીનરીને દોડાવી રહ્યો છે. તીડના ઝુંડ કોઈપણ સંજોગોમાં કંટ્રોલ કરવાની કવાયત વધી ગઈ છે. ખેડૂતોને તીડ નિયંત્રણ વિશે સમજ આપવા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો પોતાની શાળામાં હવે તીડના પાઠ પણ ભણાવશે. આ પાઠ વિદ્યાર્થીઓ પોતાના પરિવારને જણાવશે. બનાસકાંઠા જિલ્લાના તીડ
 
સુચના@બનાસકાંઠા: વિદ્યાર્થીઓને તીડ નિયંત્રણના પાઠ ભણાવવા શિક્ષકોને આદેશ

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લામાં તીડનો હાહાકાર ખેડૂતો સહિત સરકારી મશીનરીને દોડાવી રહ્યો છે. તીડના ઝુંડ કોઈપણ સંજોગોમાં કંટ્રોલ કરવાની કવાયત વધી ગઈ છે. ખેડૂતોને તીડ નિયંત્રણ વિશે સમજ આપવા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો પોતાની શાળામાં હવે તીડના પાઠ પણ ભણાવશે. આ પાઠ વિદ્યાર્થીઓ પોતાના પરિવારને જણાવશે.

બનાસકાંઠા જિલ્લાના તીડ પ્રભાવિત તાલુકામાં માહિતીનું આદાન પ્રદાન વધારવામાં આવ્યું છે. ખેડૂતોએ તીડ નિયંત્રણ કેવીરીતે કરવું તેની સમજ ખેતીવાડી અને પંચાયત શાખા સાથે શિક્ષણ શાખા પણ આપશે. આ માટે ટીડીઓ દ્વારા આદેશ કરી શિક્ષકોને તીડના પાઠ લેવા જણાવાયું છે. જેથી વિદ્યાર્થીઓ ઘેર જઈ પરિવારને આ માહિતી આપી શકે.

સુચના@બનાસકાંઠા: વિદ્યાર્થીઓને તીડ નિયંત્રણના પાઠ ભણાવવા શિક્ષકોને આદેશ

સૂત્રોએ જણાવ્યું હતું કે, તીડ નિયંત્રણ માટે અવાજ કરવો, ધુમાડો કરવો, પક્ષી ઉડી જાય તેવો કોલાહલ કેવી રીતે કરવો તે તીડને દૂર કરવાના સૌથી સરળ ઉપાય છે. આ ઉપાયો સહિતની વિગતો શિક્ષકો પ્રાથમિક શાળામાં ધો.,6થી8 નાં વિદ્યાર્થીઓને જણાવશે. આ વિગતો મેળવી વિદ્યાર્થીઓ પોતાના પરિવારને જણાવશે કે જેથી ખેડૂતો વધુ જાગૃત બને. તીડ નિયંત્રણ માટે માહિતીની આપ-લે અત્યંત મહત્વની બની ગઇ છે.

આદેશ બાદ મચી ગઇ દોડધામ

માત્ર માહીતી આપવાનો આદેશ કર્યો પરંતુ કેટલાક તાલુકાઓમાં શિક્ષકોને તીડ નિયંત્રણનુ કહેવાયું હોવાનું અર્થઘટન થયું હતું. જેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને થતાં સંબંધિત તાલુકામાં ફોન કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. આદેશ બાદ માહિતીના અર્થઘટનમા ખામી ઉભી થતાં દોડધામ મચી ગઇ હતી.