પ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) એસટી બસમાં મુસાફર સામાન ભૂલી જાય અને જો મુસાફર જે-તે બસનો કે તે ડેપોનો સંપર્ક કરે તો જો કોઈ અન્ય મુસાફર આવો સામાન નજર ચૂકવી લઈને ઉતરી ગયો ના હોય તો ચોક્કસ પરત મળી જાય છે. પણ મુસાફર પરપ્રાંતીય હોય અને પોતે સામાન ભૂલી જાય તેમ છતાંય તેનો કિંમતી સામાન
 
પ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

એસટી બસમાં મુસાફર સામાન ભૂલી જાય અને જો મુસાફર જે-તે બસનો કે તે ડેપોનો સંપર્ક કરે તો જો કોઈ અન્ય મુસાફર આવો સામાન નજર ચૂકવી લઈને ઉતરી ગયો ના હોય તો ચોક્કસ પરત મળી જાય છે. પણ મુસાફર પરપ્રાંતીય હોય અને પોતે સામાન ભૂલી જાય તેમ છતાંય તેનો કિંમતી સામાન સહીસલામત પરત મળી જાય તેવું જવલ્લે જ બને છે. આવું જ કંઈક બન્યું છે હિન્દી ભાષી પરપ્રાંતીય મુસાફર મંજૂનાથ હલકુંડે સાથે કે જેઓ સિદ્ધપુર ડેપોની પાવાગઢ-સિદ્ધપુર બસમાં બેઠા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મુસાફર ઉપરોક્ત બસમાં વડોદરાથી છત્રાલ સુધી બેસીને આવ્યા હતા. ઉતરવાની ઉતાવળમાં ભૂલી જવાથી તેમની બેગ તેઓ બસમાં જ ભૂલી ગયા નીચે ઉતરી યાદ આવ્યું તો બસ નીકળી ગઈ હતી. બસ સિદ્ધપુર ડેપોની હોવાની વિગત મળતા તેઓએ તેમના એક સંબંધીને ફોન કરી સઘળી વિગત જણાવી તેમના સંબંધીએ સિદ્ધપુર ડેપોના કંડક્ટર રસીકભાઇને ફોન કર્યો તેમની ફરજ આ બસમાં ના હોવા છતાંય તેઓએ તેમના સહ ડ્રાઇવર ઈમ્તિયાઝભાઈને જાણ કરી તેઓએ તુરંત ડેપો લેવલે તમામ હકીકત જણાવી આ બસમાંથી નસીબજોગે પડેલી આ બેગને કન્ટ્રોલ પોઈન્ટ મુકાવી દેવડાવી.

પ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી
જાહેરાત

બેગના માલિક મંજૂનાથભાઈ રૂબરૂ આવી સિદ્ધપુર ડેપોમાંથી એટીઆઈ વિનુભાઈ ચૌહાણ અને કન્ટ્રોલર સંજયભાઈ રોઝ પાસેથી આ બેગને પરત મેળવી હતી. આમ,કોરોના મહામારી વચ્ચે પોતાની ખોવાયેલી બેગ કે જેમાં એક લેપટોપ અને અન્ય કિંમતી સામાન હતો તે સહીસલામત પરત મળતા મંજૂનાથભાઈએ એસટી કર્મચારીઓની પ્રમાણિકતા અને ઈમાનદારીની સરાહના કરી હતી.