આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ઈન્ટર કલાસ ખોખો ઇવેન્ટની મેચો યોજાઇ હતી. જેમાં શાળાની ધોરણ ૩ થી ૮ની ભાઈઓ અને બહેનોની કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે કર્નલ અશોકકુમાર આઇ.ઓ.સી.એલ. સિદ્ધપુર, અશ્વિન દાવડા, ઠાકોર જુગલસિંહ (લોખંડવાલા) પ્રમુખ ઠાકોર વિકાસ સંઘ ગુજરાત, વિનયસિંહ ઝાલા મંત્રી ઠાકોર વિકાસ સંઘ ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા ઇન્ટર કલાસ ખો-ખો ઇવેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતુ. ગામના રાજ્ય કક્ષાએ ખો-ખોમાં પ્રદર્શન કરેલ યુવાન મિત્રો દશરથસિંહ, અમરતસિંહ, મુકેશસિંહ, પોપટસિંહ અને રામજીસિંહ પરમારે શાળાના બાળકોને રમત અંગેનું માર્ગદર્શન અને કોચિંગ પૂરું પાડેલ તથા ખો-ખો ઇવેન્ટનું પંચિંગ કાર્ય કરેલ હતુ. દરેક ધોરણની ટીમના કોચ તેમના વર્ગ શિક્ષક હતા. શાળામાં યોજાયેલ ઇન્ટર કલાસ ખો-ખો ઇવેન્ટના મેનેજર તરીકે શાળાના મુખ્ય શિક્ષક દિલીપભાઈ પ્રજાપતિ, કોમેન્ટેટર તરીકે દિલીપસિંહ ગોહિલે પોતાની ભૂમિકા અદા કરી હતી. શાળા કક્ષાના સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ અઘાર સી.આર.સી નિલેશભાઈ શ્રીમાળીએ શાળાની અભિનંદન પાઠવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે શાળા કક્ષાની આ પ્રકારની ઇવેન્ટ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું એક પ્લેટફોર્મ છે તથા આ પ્રકારની ઇવેન્ટ સમગ્ર અઘાર ક્લસ્ટર માટે પ્રેરણારૂપ બની રહેશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code