આંતરરાષ્ટ્રીય: વર્ષના અંત સુધી અમારી પાસે હશે કોરોનાની વેક્સીન: ટ્રમ્પ

અટલ સમાચાર,ડેસ્ક વોશિંગ્ટન ડીસીના લિંકન મેમોરિયલથી પ્રસારિત થનાર ફોક્સ ન્યૂઝના ‘ટાઉન હોલ’ શોમાં ટ્રમ્પે કહ્યું કે ‘અમે ખૂબ જ આશ્વસ્ત છીએ કે અમારી પાસે વર્ષના અંત સુધી વૈક્સીન હશે. તેમણે એ પણ કહ્યું કે સપ્ટેમબરમાં સ્કૂલો અને યૂનિવર્સિટીઓને ફરીથી ખોલવાનો આગ્રહ કરીશું. કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સીનના દાવા તો કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધી
 
આંતરરાષ્ટ્રીય: વર્ષના અંત સુધી અમારી પાસે હશે કોરોનાની વેક્સીન: ટ્રમ્પ

અટલ સમાચાર,ડેસ્ક

વોશિંગ્ટન ડીસીના લિંકન મેમોરિયલથી પ્રસારિત થનાર ફોક્સ ન્યૂઝના ‘ટાઉન હોલ’ શોમાં ટ્રમ્પે કહ્યું કે ‘અમે ખૂબ જ આશ્વસ્ત છીએ કે અમારી પાસે વર્ષના અંત સુધી વૈક્સીન હશે. તેમણે એ પણ કહ્યું કે સપ્ટેમબરમાં સ્કૂલો અને યૂનિવર્સિટીઓને ફરીથી ખોલવાનો આગ્રહ કરીશું. કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સીનના દાવા તો કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધી કોઇના હાથે વેક્સીન લાગી નથી. અમેરિકા અને બાકી દેશો વચ્ચે COVID-19 વિરૂદ્ધ સૌથી પહેલા વેક્સીન બનાવી લેવાની લાઇન લાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, તે ખુશ હશે જો કોઇ બીજો દેશ અમેરિકા શોધકર્તાઓને દવા શોધવામાં માત આપે. તેમણે કહ્યું કે જો કોઇ બીજો દેશ હશે તો તેમના માટે મારી સલામ. મને એ વાતથી ફરક નથી પડતો, હું બસ એવી વેક્સીન ઇચ્છું છું કે જે કામ કરતી હોય. ટ્રમ્પે સ્વિકાર કર્યો કે તે વેક્સીનને લઇને લગાવવામાં આવેલા અનુમાનો પર પોતાના સલાહકારો સાથે પણ વધુ આશ્વસ્ત છે.

તેમણે કહ્યું કે ‘હવે ડોક્ટર કહેશે કે તમારે આમ ન કરવુ જોઇએ, પરંતુ હું તો એમ જ કહીશ, જે હું વિચારું છું, એક રિસર્ચમાં ઝડપથી થાય હ્યૂમન ટ્રાયલ દરમિયાન ખતરા વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે ‘તે વોન્ટિલેયર છે જે પોતે આગળ આવ્યા છે, તે જાણે કે શું કરી રહ્યા છે.