આંતરરાષ્ટ્રીય: ચીને ભારતીય સીમા પર તૈનાત કર્યા 20 હજાર સૈનિક

અટલ સમાચાર,ડેસ્ક ભારત સાથે સીમા વિવાદની વચ્ચે ચીનએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર 20 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. ત્યાં જ લદાખ સીમાની સામે વાળી ચીનની જિનજિયાંગ પ્રાંતમાં દસથી બાર હજાર સૈનિકો તૈનાત કર્યા છે. જો કે ભારત, ચીનની દરેક મુવમેન્ટ પર નજર રાખીને બેઠું છે. જિનજિયાંગ વિસ્તારમાં ભારે વહાનો અને હથિયારોની મુવમેન્ટ નજરે પડે
 
આંતરરાષ્ટ્રીય: ચીને ભારતીય સીમા પર તૈનાત કર્યા 20 હજાર સૈનિક

અટલ સમાચાર,ડેસ્ક

ભારત સાથે સીમા વિવાદની વચ્ચે ચીનએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર 20 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. ત્યાં જ લદાખ સીમાની સામે વાળી ચીનની જિનજિયાંગ પ્રાંતમાં દસથી બાર હજાર સૈનિકો તૈનાત કર્યા છે. જો કે ભારત, ચીનની દરેક મુવમેન્ટ પર નજર રાખીને બેઠું છે. જિનજિયાંગ વિસ્તારમાં ભારે વહાનો અને હથિયારોની મુવમેન્ટ નજરે પડે છે. તેને કંઇક તે રીતે તૈનાત કરવામાં આવ્યા છે કે ભારત સાથે કોઇ પણ વિવાદની સ્થિતિમાં તે 48 કલાકની અંદર સીમા પર પહોંચી શકે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત સરકારના એક શીર્ષ અધિકારિક સુત્રએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું કે ચીની સેનાએ પોતાની બે ડિવીઝન પૂર્વ લદાખની સીમા પાસે આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે લગાવી છે. તેની સંખ્યા લગભગ 20 હજારની આસપાસ છે. આ સિવાય લગભગ 10 હજાર સૈનિકો જિનજિયાંગ પ્રાંતમાં છે. જે સીમાથી લગભગ 1 હજાર કિલોમીટર દૂરી પર છે. પણ ચીનની તરફથી રસ્તો સમતળ હોવાથી 48 કલાકમાં અહીં પહોંચી શકાય છે. વરિષ્ઠ અધિકારીએ સાથે જ જણાવ્યું કે ભારત ચીનની દરેક મુવમેન્ટ પર નજર રાખી રહ્યું છે.

સુત્રોનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે ત્રણ વાર થયેલી સૈન્ય અધિકારી સ્તરની વાર્તા પછી પણ ચીન તરફથી સેના ઓછી નથી કરવામાં આવી રહી. સામાન્ય રીતે લદાખની પાસે આવેલી સીમા પર ચીની સેના પોતાના બે ડિવિઝન રાખે છે. પણ આ વખતે બે હજાર કિલોમીટરના વિસ્તારમાં બે અને નવી ડિવીઝન તૈયાર કરવામાં આવી રહી છે.