આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના પ્રસારને કાબુમાં લેવામાં જે સફળતા ઓસ્ટ્રેલિયાને મળી તે તેના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર ચીન સાથે વધતા વિવાદ પાછળ છૂપાઈ ગઈ. હવે વિશ્વ સ્વાસ્થ્ય સભાએએ કોરોના વાયરસ મહામારીની ઉત્પતિની વૈશ્વિક તપાસ પર હા પાડી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓસ્ટ્રેલિયા જ તે પહેલવહેલો દેશ છે જેણે મહામારી પર વૈશ્વિક તપાસની માગણી કરી હતી અને ઓસ્ટ્રેલિયાની માગણી બાદ 100થી વધુ દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હવે જ્યારે WHAએ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે તો ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોની ખાઈ હજુ વધી શકે છે. કોરોના વાયરસ કે જેના કારણે દુનિયાભરના 49,27,523 થી વધુ લોકો સંક્રમિત થયા છે અને 3,20,957 લોકોના મૃત્યુ થયા છે. આ વાયરસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાનથી નીકળ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચીને કોરોના વાયરસ મહામારી કેવી રીતે હેન્ડલ કરી તે સવાલને જ ચીને આધારહિન ગણાવ્યો. ચીનમાં મૃત્યુના અધિકૃત આંકડા પર શંકા હોવા છતાં પણ ચીને કહ્યું કે બધુ સ્પષ્ટ છે અને કશું છૂપાવ્યું નથી. ઓસ્ટ્રેલિયાથી નારાજ ચીને બદલો લેવા માટે ઓસ્ટ્રેલિયા નિકાસ પર ભારે ડ્યૂટી ઝીંકી દીધી.

25 May 2020, 8:09 AM (GMT)

COVID-19 Global Stats

5,563,260 Total Cases
346,680 Death Cases
2,349,233 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code