આંતરરાષ્ટ્રીયઃ લાંબા સમયની બિમારી વચ્ચે જાપાનના PMએ રાજીનામું આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક જાપાનના વડાપ્રધાન શિન્જો આબે શુક્રવારે પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ, જાપાની મીડિયા નેશનલ બ્રોડકાસ્ટર NHKએ સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે શિન્જો આબે લાંબા સમયથી બીમાર છે. થોડા સમય પહેલા જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં
 
આંતરરાષ્ટ્રીયઃ લાંબા સમયની બિમારી વચ્ચે જાપાનના PMએ રાજીનામું આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક

જાપાનના વડાપ્રધાન શિન્જો આબે શુક્રવારે પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ, જાપાની મીડિયા નેશનલ બ્રોડકાસ્ટર NHKએ સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે શિન્જો આબે લાંબા સમયથી બીમાર છે. થોડા સમય પહેલા જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ જ કારણથી તેઓ કામ પર ધ્યાન નથી આપી શકતા. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021 સુધીનો છે.

65 વર્ષીય શિન્જો આબે એક સપ્તાહની અંદર બે વાર હૉસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે. શિન્જો આબેના રાજીનામાની અટકળોની વચ્ચે જાપાનના શૅર બજાર ધરાશાયી થઈ ગયા છે. હાલના દિવસોમાં કોરોના વાયરસની મહામારી સામે યોગ્ય રીતે પગલાં નહીં લેવાને કારણે આબેની લોકપ્રિયતામાં પણ લગભગ 30 ટકાનો ઘટાડો આવ્યો છે. શિન્જો આબેની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી હાલમાં અનેક ગોટાળાઓનો સામનો કરી રહી છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત સોમવારે જ શિન્જો આબેએ પોતાના કાર્યકાળના 8 વર્ષ પૂરા કર્યા છે. ત્યારબાદ જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ તેમના નામે થઈ ગયો છે. આ પહેલા લાંબા સમય સુધી આ પદ પર પૂર્વ વડાપ્રધાન તારા કતસૂરા રહી ચૂક્યા છે. તેઓ 1901થી 1913ની વચ્ચે આ પદ પર ત્રણ વાર વડાપ્રધાન બન્યા હતા.