આંતરરાષ્ટ્રીયઃ પાકિસ્તાનમાં મદરેસામાં વિસ્ફોટ, 7નાં મોત 70 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક ‘ડોન’ સાથેની વાતચીત દરમિયાન પેશાવરના સિનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ મંસૂર અમને જણાવ્યું કે વિસ્ફોટનુ કારણ જાણી શકાયું નથી. પરંતુ શરુઆતની તપાસમાં આને ગેસ એક્સપ્લોશન હોવાના પુરાવા મળ્યા નથી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે જણાવ્યું કે 70થી વધારે ઘાયલ લોકોને અહીં લાવવામાં આવ્યા છે. ઘણા બાળકોની હાલત ગંભીર
 
આંતરરાષ્ટ્રીયઃ પાકિસ્તાનમાં મદરેસામાં વિસ્ફોટ, 7નાં મોત 70 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

‘ડોન’ સાથેની વાતચીત દરમિયાન પેશાવરના સિનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ મંસૂર અમને જણાવ્યું કે વિસ્ફોટનુ કારણ જાણી શકાયું નથી. પરંતુ શરુઆતની તપાસમાં આને ગેસ એક્સપ્લોશન હોવાના પુરાવા મળ્યા નથી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે જણાવ્યું કે 70થી વધારે ઘાયલ લોકોને અહીં લાવવામાં આવ્યા છે. ઘણા બાળકોની હાલત ગંભીર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મંસૂરના જણાવ્યાનુંસાર તપાસમાં એક IED બ્લાસ્ટ જેવા નજરે પડી રહ્યો છે જેને લગભગ 5 કિલો એક્સપ્લોસિવનો ઉપયોગ કરી અંજામ આપવામાં આવ્યું હોય એવું જણાઈ રહ્યું છે. હાલમાં પોલીસે આખા વિસ્તાર અને મદરેસામાં આવેલા લોકોની પુછપરછ ચાલુ કરી છે. પોલીસે જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બાળકોનો મદરેસામાં કુરાનનો ક્લાસ ચાલી રહ્યો હતો. કોઈ અજાણી વ્યક્તિ મદરેસામાં એક બેગ રાખી ગયો હતો. ઘાયલોમાં મદરેસાના શિક્ષકોનો પણ સમાવેશ થયો છે.